યશ રાજ ફિલ્મ્સ માટે ગીત ગાશે આયુષ્માન ખુરાના
મુંબઈ, 4 મે : અભિનેતા આયુષ્માન ખુરાના યશ રાજ ફિલ્મ્સની નવી ફિલ્મ માટે એક ગીત ગાશે. તેઓ અગાઉ પાની દા રંગ... અને સાડ્ડી ગલી આજા... જેવા ગીતો ગાઈ ચુક્યાં છે.

આયુષ્માન ખુરાનાએ પોતાની પ્રથમ ફિલ્મ વિકી ડૉનરમાં પાની દા રંગ... ગીત ગાયુ હતું, જ્યારે બીજી ફિલ્મ નૌટંકી સાલા માટે બે ગીતો સાડ્ડી ગલી... અને તૂ હી તૂ... ગાઈ ચુક્યાં છે. આયુષ્માને જણાવ્યું - નૂપુર અસ્થાના દિગ્દર્શિત વાયએરએફની નવી ફિલ્મમાં પણ હું અભિનય ઉપરાંત એક ગીત ગાવનો છું. આ ફિલ્મમાં સોનમ કપૂર તથા ઋષિ કપૂર પણ છે.
આયુષ્માન ખુરાનાએ ભારતીય સિનેમામાં પરિવર્તનો અંગે જણાવ્યું - આપણી ફિલ્મોની વાર્તાઓ તથા વિષયો સાથે-સાથે ફૅશન ક્ષેત્રે પણ નોંધનીય પરિવર્તનો આવ્યાં છે. ભલે તે અમિતાભ બચ્ચનના જમાનાની બેલબૉટમ પેંટ હોય કે જિતેન્દ્રના જમાની ચુસ્ત પેંટ. તેમણે જણાવ્યું કે સિનેમા હંમેશાથી જ ફૅશનને પ્રોત્સાહન આપતુ આવ્યું છે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
