For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આયુષ્માન ખુરાનાની આર્ટિકલ 15 વિવાદોમાં ફસાઈ, બ્રાહ્મણ સમાજે ફરિયાદ કરી

આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ 15 આજકાલ ખૂબ જ ચર્ચામાં છે, એમાંય ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ હવે વિવાદો સામે આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

આયુષ્માન ખુરાનાની ફિલ્મ આર્ટિકલ 15 આજકાલ ખૂબ જ ચર્ચામાં છે, એમાંય ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ હવે વિવાદો સામે આવી રહ્યા છે. આ ફિલ્મના ટ્રેલર દરમિયાન એક ડાઈલોગ હતો જે બાદ અખિલ ભારતીય બ્રાહ્મણ એક્તા પરિષદના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. ફિલ્મ સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 15 સમાનતાના અધિકારના કાયદાને લગતી છે, જેમાં જાતિગત સમસ્યાઓને લઈને થી ઘટનાઓ દર્શાવાઈ છે. આ સીન વિશે વાત કરીએ તો ફિલ્મના ટ્રેલર પ્રમાણે ફિલ્મમાં સવર્ણોના વકીલો દ્વારા નીચી જાતિના લોકો પર દુષ્કર્મ અને હત્યા કરવાના ગુનાનો ઉલ્લેખ છે, સાથે જ તેમાં જાતિ આધારિત સંવાદ અને ટિપ્પણીઓ છે.

આ પણ વાંચો: દીપિકા પાદુકોણ નહિ આ અભિનેત્રી હતી પીકૂ માટે પહેલી પસંદ

સંસ્થાના વકીલ સુનીલકુમાર તિવારીએ કાયદાકીય નોટિસ મોકલીને 24 કલાકમાં ફિલ્મના ટ્રેલર અને વીડિયોમાંથી આપત્તિજનક ભાગ હટાવવાની માગ કરી છે. હવે જોવાનું એ છે કે આ ફરિયાદ બાદ ફિલ્મ નિર્માતા શું પગલાં લે છે કે પછી ફિલ્મ કોઈ કટ વગર જ રિલીઝ થશે. સમાજમાં જાતિગત સમસ્યાઓએ શું અરાજક્તા ફેલાવી છે તે તો બધા જ જાણે છે.

પદ્માવત

પદ્માવત

સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતનો પણ વિરોધ થયો હતો. દીપિકા પાદુકોણનું નાક કાપવાની ધમકીથી લઈને ડિરેક્ટરને સળગાવવાની પણ ધમકી અપાઈ હતી. આ ફિલ્મમાં રાજપૂતોની શાન સાથે રમત થઈ હોવાની વાતને લઈ વિરોધ કરાયો હતો.

મોહલ્લા અસ્સી

મોહલ્લા અસ્સી

બનારસના અસ્સી ઘાટની આસપાસ બનેલી આ ફિલ્મ માંડ માંડ રિલીઝ થઈ. સની દેઓલની આ ફિલ્મ વિવાદોને કારણે વર્ષોથી ડબ્બામાં હતી.

પીકે

પીકે

રાજકુમાર હિરાનીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો.

માય નેમ ઈઝ ખાન

માય નેમ ઈઝ ખાન

શાહરુખ ખાન અને કાજોલની આ ફિલ્મના નામને લઈ વિવાદ સર્જાયો હતો. આ ફિલ્મ એક સમુદાયને ટાર્ગેટ કરતો હોવાની ફરિયાદ ઉઠી હતી.

રામલીલા

રામલીલા

રામલીલામાં રણવીરસિંહ અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં હતા. ફિલ્મના નામને લઈ વિવાદ સર્જાયો હતો. બાદમાં નામ બદલીને ગોલિયોંકી રાસલીલા - રામલીલા કરવામાં આવ્યુ હતું.

મણિકર્ણિકા

મણિકર્ણિકા

કંગના રનૌતની આ ફિલ્મ રિલીઝ થતા પહેલા વિવાદો હતો કે ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈ અને અંગ્રેજો વચ્ચેના સંબંધ દર્શાવાયા છે.. ફિલ્મનું શૂટિંગ પણ વિવાદોમાં રહ્યું હતું. જો કે ફિલ્મમા આવું કશું નહોતું.

English summary
ayushmann khurrana upcoming movie article 15 got legal notice
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X