Video : બી ટાઉનની નવી બેસ્ટી દિશા પટ્ટણી અને મૌની રોયે બ્રાલેસ લુકમાં મહેફિલ લુંટી, જુઓ વીડિયો
બોલિવૂડમા આ દિવસોમાં દિશા પટ્ટણી અને મૌની રોયની દોસ્તીની ખુબ ચર્ચા છે. એમાં પણ જ્યારે બન્ને એક સાથે હોટ એન્ડ બોલ્ડ અવતારમાં કેમેરામાં કેદ થાય છે ત્યારે સોશિયલ મીડિયા પર આગ લાગી જાય છે. હાલમાં પણ આવુ જ થયુ છે.
દિશા પટ્ટણી તેના બોલ્ડ અંદાજ માટે પહેલેથી જ જાણીતી છે. હવે મૌની રોય સાથે તેની દોસ્તી થતા બન્ને બોલ્ડનેસની ખુબ ચર્ચા થાય છે. બી ટાઉનની આ નવી બેસ્ટીની હોટનેસ પર ઈન્ટરનેટ ફિદા છે ત્યારે હવે બન્ને બ્રાલેસ લુકમાં કેમેરામાં કેદ થઈ હતી.

હાલમાં જ દિશા પટ્ટણી અને મૌની રોય એક સાથે ઈવેન્ટમાં સ્પોટ થઈ હતી. અહીં બન્નેની અદાઓએ ગ્લેમરસનો તડકો માર્યો છે. રેસ્ટોરન્ટના ઉદઘાટન માટે પહોંચેલી મૌની અને દિશા હવે સોશિયલ મીડિયા પર છવાઈ છે.
અહીં બન્ને બ્રાલેસ લુકમાં બોલ્ડ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. બન્નેની બોલ્ડનેસે ત્યાં હાજર તમામ લોકો સાથે તેના ફેન્સને પણ ઘાયલ કર્યા છે. હવે બન્નેનો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.
ફેન્સ દિશા પટ્ટણીના ફિગર અને અદાઓના દિવાના છે. હવે તેમાં પણ તેની મૌની રોય સાથે દોસ્તી થતા બન્ને સોશિયલ મીડિયા પર સતત છવાયેલી રહે છે. સોશિયલ મીડિયા પર વખાણ કરવા સાથે સાથે કેટલાક લોકો બન્નેને ટ્રોલ કરતા પણ જોવા મળ્યા હતા.
અહીં તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર બન્નેની મોટી ફેન ફોલોઈંગ છે. બન્ને ઘણી વખત સાથે બિકીનીમાં પણ જોવા મળી છે. બન્ને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેવાનો કોઈ મોકો છોડતી નથી.












Click it and Unblock the Notifications
