બોલીવૂડના સ્ટાર્સ પર ચઢ્યો Halloweenનો ફિવર, કર્યો કંઇક આવો ગેટઅપ
અમેરિકા અને હોલીવૂડ સેલેબ્રિટીમાં હેલોવીન ખૂબ જ મોટા પ્રમાણમાં ઉજવવામાં આવે છે. આ દિવસ તમામ લોકો નીતનવા પોશાક પહેરીને મૃતકોને યાદ કરે છે. બાળકો આ દિવસને ભૂતના પોશક પહેરીને ઘરે ઘરે ફરે છે અને તેમની ચોકલેટ કે મીઠાઇ આપવામાં આવે છે.
જો કે હેલોવીનનો ફિવર હવે બોલીવૂડમાં પણ જોવા મળી રહ્યો છે. ધણા બી ટાઉન સ્ટાર્સ તેમના ઘરમાં હેલોવીન પાર્ટી રાખે છે. અને તેમાં અન્ય સ્ટાર્સ હેલોવીનના નીતનવા પોશક પહેરીને હાજરી પણ આપે છે.
ત્યારે આજે અમે તમારી માટે કેટલાક બોલીવૂડ સેલેબ્રિટી અને તેમના હોલોવીન ગેટઅપની કેટલીક ખાસ તસવીરો લઇને આવ્યા છે. આમાંથી કેટલાક ફોટો તો તેવા છે કે તમને થશે આ વળી કયો સ્ટાર છે. તો જુઓ નીચેનો આ રસપ્રદ ફોટોગ્રાફર...

શ્રદ્ધા કપૂર
શ્રદ્ઘા કપૂરે તેના હેલોવીન લૂકમાં બ્લેક સ્વાન બનવાનો પ્રયાસ કર્યો છે. અને ખરેખરમાં તે ખૂબ જ અલગ દેખાય છે. શ્રદ્ધાનો આ ફોટો જોઇને તેને કોઇ હોરર ફિલ્મ જરૂરથી મળી જશે તે વાત તો પાક્કી છે!

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાએ તેના આ હેલોવીન લૂકમાં પોપ આર્ટ કોમિકના એક કિરદારનો ગેટએપ લીધો છે. જો કે આ તસવીર જોઇને એ તો ના જ કહી શકાય છે આ ફોટોમાં પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી છે!

સોનમ કપૂર અને જેકલીન
સોનમ કપૂર જ્યાં આ ફોટામાં ક્યૂટ ડાકણ બની છે ત્યાં જ જેકલીન બની છે કેટ વુમન. જો કે તે ડરામણાં ઓછા અને ક્યૂટ વધારે લાગે છે.

મિસ્ટર વી
તમને થશે કે આ કોણ છે વી ફોર વેન્ડેટા માસ્કમાં. પણ આ છે બોલીવૂડનો હેન્ડમ હંક આદિત્ય રોય કપૂર.

રાજકુમાર અને સ્નો વાઇટ
ફરદિન ખાન અને તેની પત્નીએ તેના ઘરમાં પોતાના બાળકો માટે હેલોવીન પાર્ટી રાખી હતી. જેમાં ફરદીન રાજકુમાર અને તેની પત્નીએ સ્નો વાઇટનો ગેટઅપ કર્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
