For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : નહીં મેલ, નહીં ફીમેલ, બસ એક શ્રેષ્ઠ દિગ્દર્શક હતાં ઋતુપર્ણો

|
Google Oneindia Gujarati News

કોલકાતા, 30 મે : આજે સિનેમા જગતનો અમૂલ્ય સિતારો ઋતુપર્ણો ઘોષ અકાળે બુઝાઈ ગયો. તેના જવાથી સમગ્ર ફિલ્મ જગતમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. કોઇને પણ વિશ્વાસ નથી થતો કે અભૂતપૂર્વ પ્રતિભાના માલિક ઋતુપર્ણો ઘોષ માત્ર 49 વર્ષની વયે જ આમ દુનિયા છોડી જતાં રહેશે.

આપને જણાવી દઇએ કે જાણીતા ફિલ્મ દિગ્દર્શક ઋતુપર્ણો ઘોષનું આજે સવારે સાડા સાત વાગ્યે કોલકાતામાં હૃદય રોગના હુમલાથી નિધન થયું છે. તેઓ માત્ર 49 વરસના હતાં અને પૅંક્રિયાસની બીમારીથી લાંબા સમયથી પીડાતા હતાં. બંગાળી સહિત હિન્દી ફિલ્મોમાં પણ અભૂતપૂર્વ ફાળો આપનાર ઋતુપર્ણો ઘોષ લીક સે હટકે ફિલ્મ બનાવનાર દિગ્દર્શક તરીકે જાણીતા હતાં.

બચ્ચન પરિવાર સાથે નજીકના સંબંધો ધરાવનાર ઋતુપર્ણો ઘોષે ઐશ્વર્યા રાય અને અજય દેવગણ સાથે રેનકોટ જેવી ક્લાસિક ફિલ્મ બનાવી હતી. ઐશે પોતાની પ્રથમ ફિલ્મ ચોખેર વાલી પણ ઋતુપર્ણોના દિગ્દર્શન હેઠળ કરી હતી. સ્વતંત્રત વિચારો ધરાવતાં ઋતુપર્ણો ઘોષની છેલ્લી અંગ્રેજી ફિલ્મ અમિતાભ બચ્ચન સાથે હતી. તેમણે બંગાળી, હિન્દી, ઉડિયા અને અંગ્રેજીમાં ફિલ્મો બનાવી.

આવો તસવીરો સાથે જાણીએ કે કેમ પોતાની રીતે અનોખા હતાં દિગ્દર્શક ઋતુપર્ણો ઘોષ?

મહાન ફિલ્મકાર ઋતુપર્ણો ઘોષ

મહાન ફિલ્મકાર ઋતુપર્ણો ઘોષ

પોતાની જાતમાં મહાન ફિલમકાર ઋતુપર્ણો ઘોષની બંગાળી ફિલ્મ આબોહોમાન માટે બેસ્ટ ડાયરેક્ટરનો ઍવૉર્ડ જીત્યા હતાં. સરવાળે તેમને 12 નેશનલ ઍવૉર્ડ્સ મળ્યા હતાં.

અનેક ભાષાઓના પુરોધા

અનેક ભાષાઓના પુરોધા

હિન્દી, ઉર્દૂ, ઉડિયા, બંગાળી અને અંગ્રેજી ફિલ્મો બનાવનાર ઋતુપર્ણોની છેલ્લી ફિલ્મ ચિત્રાંગદાહતીં. ઉપરાંત હાલમાં તેઓ રવીન્દ્રનાથ ટૅગોર ઉપર પણ ફિલ્મ બનાવી રહ્યા હતાં.

તીખું બોલતા હતાં

તીખું બોલતા હતાં

ગત વર્ષે બર્ફી ફિલ્મને ઑસ્કારમાં મોકલવા સામે ઋતુપર્ણોએ તીખા પ્રત્યાઘાતો આપ્યાહતાં. તેથી તેઓ ઘણા દિવસ સુધી મીડિયામાં હાઈલાઇટ થયા હતાં.

બહેતરીન દિગ્દર્શક

બહેતરીન દિગ્દર્શક

ઋતુપર્ણો ઘોષની ફિલ્મો ચોખેર બાલી (2003), રેનકોટ (2004) અને અમિતાભ સાથે ધ લાસ્ટ લીયર (2007) લોકો આજે પણ જુએ છે.

હું નથી પુરુષ કે નથી મહિલા

હું નથી પુરુષ કે નથી મહિલા

ઋતુપર્ણો ઘોષનું કહેવું હતું કે તેઓ નથી પુરુષ કે નથી મહિલા. આ વાત તેમણે પોતે એક ઈવેન્ટ દરમિયાન કહી હતી. તેમણે જણાવ્યુ હતું કે આમ છતાં તેઓ ક્યારેય મહિલાઓની જેમ સાડી નહીં પહેરે અને પોતાનું સેક્સ પણ ચૅંજ નહિં કરાવે.

English summary
Bengali filmmaker and gay icon Rituparno Ghosh dies at 49 The Great Bengali filmmaker Rituparno Ghosh passed away this morning in Kolkata. He was 49 and was suffering from Pancreatitis. He was also a gay icon who lived his life in his own terms in recent years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X