પિતાજીના નિધન બાદ 13 વર્ષની ઉંમરે લતા દીદીના ખભે આવી ગઈ પરિવારની જવાબદારી, આવી રહી સફર

પિતાના નિધન બાદ બધી જવાબદારી લતાજી પર આવી ગઈ અને તેમને રોજી-રોટી માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો.

મુંબઈઃ આજે સંગીત જગતને એક મોટો ઝટકો લાગ્યો છે. સ્વર કોકિલાના નામથી જાણીતા ભારતના મહાન ગાયિકા અને ભારત રત્ન લતા મંગશકરનુ નિધન થઈ ગયુ. તેઓ ગયા મહિને કોરોના પૉઝિટિવ થયા હતા ત્યારબાદ તેમને 8 જાન્યુઆરીએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જાન્યુઆરીના અંતમાં તેમની સ્થિતિમાં થોડો સુધારો આવ્યો હતો. જેના કારણે તેને વેન્ટીલેટર પરથી હટાવવામાં આવ્યા હતા પરંતુ 4-5 દિવસ બાદ તેમની હાલત ફરીથી ખરાબ થઈ ગઈ અને તેમને હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા.

પિતા ચલાવતા હતા થિયેટર કંપની

પિતા ચલાવતા હતા થિયેટર કંપની

લતા મંગશકરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ મધ્ય પ્રદેશના ઈંદોર જિલ્લામાં થયો હતો. તેમના દીનાનાથ મંગેશકર મહારાષ્ટ્રમાં એક થિયેટર કંપની ચલાવતા હતા પરંતુ લતાની જિંદગી આગળ વધુ મુશ્કેલીભરી થવાની હતી. 1942માં તેમના પિતા દુનિયા છોડીને જતા રહ્યા. ત્યારબાદ બધી જવાબદારી લતાજી પર આવી ગઈ અને તેમને રોજી-રોટી માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો.

પહેલા મરાઠી ફિલ્મોમાં ગાયુ

પહેલા મરાઠી ફિલ્મોમાં ગાયુ

લતા મંગેશકરે ઉસ્તાદ અમાન અલી ખાન અને અમાનત ખાન પાસેથી સંગીતનુ શિક્ષણ લીધુ હતુ. એવામાં તેમણે 1942માં જ એક મરાઠી ફિલ્મ 'કિતી હાસિલ'માં ગીત ગાઈને પોતાના કરિયરની શરુઆત કરી પરંતુ તેમના નસીબે તેમના સાથ ન આપ્યો અને ગીતને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યુ. તેના પાંચ વર્ષ બાદ દેશ આઝાદ થયો અને લતા મંગેશકરે હિંદી ફિલ્મોમાં પોતાનો પગ મૂક્યો. તે સાથે જ તેમને હિંદી ફિલ્મ 'આપકી સેવામે'માં ગીત ગાવાનો મોકો મળ્યો. આમ તો લતાજીના કરિયરની શરુઆત થઈ ગઈ હતી પરંતુ તેમના ગીતોને વધુ પ્રસિદ્ધિ મળી નહોતી.

ગિનીસ બુકમાં નામ

ગિનીસ બુકમાં નામ

1949માં લતાજીની લાઈફમાં નવો વળાંક આવ્યો જ્યાં તેમને સતત ચાર ફિલ્મો બરસાત, દુલારી, મહલ અને અંદાજમાં ગીત ગાવાનો મોકો મળ્યો. હવે ધીમે-ધીમે તે લોકપ્રિય થવા લાગ્યા હતા. પચાસના દશકમાં નૂરજહાંના પાકિસ્તાન ગયા બાદ લતા મંગેશકરે હિંદી ફિલ્મ પાર્શ્વગાયનમાં પોતાનુ સામ્રાજ્ય સ્થાપિત કરી દીધુ હતુ. તેમને 20થી વધુ ભારતીય ભાષાઓમાં 30 હજારથી વધુ ગીતો ગાયા છે. જેના કારણે 1991માં તેમનુ નામ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડસમાં નોંધવામાં આવ્યુ હતુ. ત્યારબાદ 2001માં ભારત સરકારે તેમના ભારત રત્નથી સમ્માનિત કર્યા.

જ્યારે નહેરુજીની આંખોમાં આવ્યા આંસુ

જ્યારે નહેરુજીની આંખોમાં આવ્યા આંસુ

1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયુ જેમાં ઘણા સૈનિકો શહીદ થઈ ગયા. આના પર કવિ પ્રદીપે એક ગીત લખ્યુ જેથી દેશવાસીઓમાં આત્મવિશ્વાસ ફરીથી જગાવી શકાય. ત્યારબાદ દિલ્લીના સ્ટેડિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ સામે તેમણે 'એ મેરે વતન કે લોગો' ગાયુ. આ દરમિયાન નહેરુજી સાથે સ્ટેડિયમમાં બેઠેલા બધા લોકોની આંખો ભિંજાઈ ગઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X