Box Office:19માં દિવસે પણ ભૂલ ભૂલૈયા-3એ કરી કરોડોની કમાણી, અત્યાર સુધી અહીં પહોંચ્યો આંકડો?
bhool bhulaiyaa 3: કાર્તિક આર્યનની ભૂલ ભૂલૈયા 3 સાથે આ મહિને ઘણી ફિલ્મો રિલીઝ થઈ હોવા છતાં આ ફિલ્મ બોકસ ઓફિસ પર અઢળક કમાણી કરી રહી છે. ફિલ્મે 19 દિવસમાં ખૂબ સારી કમાણી કરી છે અને તેના આંકડા જાણીને લોકો આશ્ચર્ય પામી રહ્યા છે. જો વાત કરીએ 19 ઓક્ટોબરને મંગળવાર એટલે કે ગઈકાલની તો તેને આશ્ચર્યજનક કમાણી કરી છે.
મળતા રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મે મંગળવારે 2 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. સિંઘમ અગેઇન, કંગુવા અને ધ સાબરમતી રિપોર્ટ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે ત્યારે આ વાત છે. હવે આ ફિલ્મની કુલ કમાણીનો આંકડો 235.25 કરોડ પર પહોંચી ગયો છે.

ફિલ્મને લોકોએ આપ્યો ખૂબ પ્રેમ
અહેવાલ છે કે આ ફિલ્મે સોમવારે પણ લગભગ 1.58 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી, માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન અભિનીત આ ફિલ્મને લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે.
200 કરોડનો આંકડો પાર
રિલીઝ પહેલા આ ફિલ્મ વિશે ઘણી વાતો થઈ હતી. જો કે અસલી મંજુલિકા પરત ફરવાથી લોકો ખૂબ જ ખુશ હતા એ ચોક્કસ હતું. લોકોને તેની અસર સીધી બોક્સ ઓફિસ પર જોવા મળી અને ફિલ્મે રૂ. 200 કરોડનો આંકડો પાર કર્યો.
અનીસ બઝમી દ્વારા કરાઈ છે ડિરેક્ટ
અનીસ બઝમીની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 ડિરેક્ટર અનીસ બઝમી દ્વારા બનાવવામાં આવી છે. તેની ઘણી ઓછી એવી ફિલ્મો છે જે ચાલી નથી. તે તેની મજબૂત દિશાથી અજાયબીઓ કરે છે. ભૂલ ભૂલૈયા 4 આવે છે કે નહીં તે જોવું રહ્યું. લોકો આ સિરીઝની સતત રાહ જોતા રહે છે.












Click it and Unblock the Notifications
