Bhool Bhulaiyaa 3 : OTT પર ક્યારે રિલીઝ થશે ભૂલ ભુલૈયા 3? જાણો ક્યાં જોવા મળશે?
Bhool Bhulaiyaa 3 OTT Release : કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા 3 બોક્સ ઓફિસ પર સફળ રહી છે. હવે ફેન્સ તેની ઓટીટી રિલીઝની રાહ જોઈ રહ્યાં છે.
ભૂલ ભુલૈયા 3 દિવાળી પહેલા બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. અહીં તેની સાથે અજય દેવગનની સિંઘમ અગેન તેની ટક્કરમાં હતી. જો કે તેમ છત્તા ફિલ્મે શાનદાર કમાણી કરી છે.

ભૂલ ભુલૈયા 3 ની ટક્કર અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેન સાથે થઈ હતી. આ સ્થિતિમાં બંને ફિલ્મોના ક્લેશને કારણે તેમની કમાણી પર અસર પડી હતી. પરંતુ આમ છતાં ભૂલ ભુલૈયા 3 લોકોને ખુબ પસંદ આવી છે.
આ ફિલ્મ હજુ પણ થિયેટરોમાં જોવા મળી રહી છે પરંતુ કેટલાક લોકો OTT પર તેની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આવો તમને જણાવીએ કે આ ફિલ્મ OTT પર ક્યારે અને ક્યાં રીલિઝ થવાની છે.
ફિલ્મની OTT રિલીઝ પર એક નવું અપડેટ સામે આવ્યું છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મ ભૂલ ભુલૈયા 3 જાન્યુઆરી 2025માં OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જો કે, ફિલ્મની સ્ટ્રીમિંગ તારીખ હજુ નક્કી થઈ નથી.
અહેવાલો અનુસાર, આ ફિલ્મ જાન્યુઆરી 2025માં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ફિલ્મના નિર્માતાઓએ હજી સુધી તેની OTT રિલીઝ પર કોઈ ટિપ્પણી કરી નથી.
જણાવી દઈએ કે, કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ ભૂલ ભૂલૈયા-3 1 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે દુનિયાભરમાં 400 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.












Click it and Unblock the Notifications
