• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bhuj the Pride of India: પાકિસ્તાન સાથેના યુદ્ધમાં 300 મહિલાઓની બહાદૂરીની કહાની

|
Google Oneindia Gujarati News

અજય દેવગનની બહુ પ્રતિક્ષિત ફિલ્મ 'ભુજ ધી પ્રાઈડ ઑફ ઈન્ડિયા'નું ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. એક્શનથી ભરપૂર દેશભક્તિ પર આધારિત આ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મનું ડાયરેક્શન અભિષેક દુધેયાએ કર્યું છે. આ ફિલ્મમાં અજય દેવગને સ્ક્વાડ્રન લીડર વિજય કુમાર કાર્ણિકનો રોલ નિભાવ્યો છે, જેઓ તે સમયે ભુજ એરબેસના ઈન્ચાર્જ હતા. આ ફિલ્મ ભારતીય વાયુસેનાની વીરતાની કહાની વ્યક્ત કરશે, જેમાં સેનાનો સાથ આપતી 300 ગ્રામીણ, પરંતુ હિંમતવાન મહિલાઓની કહાની પણ દેખાડવામાં આવશે તેવી ઉમ્મીદ છે. આવો જાણીએ કે 1971ના યુદ્ધમાં આખરે ભુજમાં એવું શું થયું હતું, કે જેના પર ફિલ્મ બનાવવામાં આવી છે.

ભુજ ધી પ્રાઈડ ઑફ ઈન્ડિયા

ભુજ ધી પ્રાઈડ ઑફ ઈન્ડિયા

અજય દેવગનની ફિલ્મ ભુજ ધી પ્રાઈડ ઑફ ઈન્ડિયામાં સંજય દત્ત પણ જોવા મળશે, જેમણે આર્મી સ્કાઉટ રણછોડદાસ પાગીની ભૂમિકા નિભાવી છે. સોનાક્ષી સિન્હાએ સમાજ સેવિકા સુંદરબેન જેઠા મધારપર્યા, એમી વિર્ક ફ્લાઈટ ઑફિસર, વિક્રમ સિંહ બાજ જેઠાજ અને નોરા ફતેહી ભારતીય જાસૂસ હીના રેહમાનનો રોલ નિભાવી રહ્યા છે. 3 મિનિટ 20 સેકન્ડના વીડિયોમાં દેખાડવામાં આવ્યું કે કેવી રીતે સ્ક્વૉડ્રન લીડર વિજય કુમાર કાર્ણિકા અને તેમની ટીમે પાકિસ્તાની સેના સાથે લડાઈ લડી, જ્યારે તેમણે 14 દિવસમાં ભુજ એરફિલ્ડને 35 વખત તબાહ કરી નાખ્યું હતું. સ્થાનિક ગામની 300 મહિલાઓની મદદથી ભારતીય વાયુસેનાના એરબેસને ગણતરીની કલાકોમાં પુનઃનિર્માણ કરી લીધું.

બે મોર્ચે પાકિસ્તાન સાથે યુદ્ધ

બે મોર્ચે પાકિસ્તાન સાથે યુદ્ધ

1971માં ભારત-પાકિસ્તાન સાથે યુદ્ધ બાંગ્લાદેશની મુક્તિ માટે લડવામાં આવ્યું હતું. આ યુદ્ધ ભારતે બે મોર્ચે લડ્યું હતું. પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાન (અત્યારનું બાંગ્લાદેશ) સાથે. અમુક કારણોસર આ યુદ્ધની ગાથા આજે પણ ગવાય છે, ભુજમા સ્ક્વાડ્રન લીડર વિજય કુમાર કાર્ણિક અને તેમની ટીમ, આઈએનએસ કટ્ટાબોમન અને ગ્રામિણ મહિલાઓએ મહત્વનો રોલ નિભાવ્યો હતો, જેમણે એર સ્ટ્રિપ બનાવવામાં ભુજમાં ભારતીય સેનાની મદદ કરી હતી.

1971ના યુદ્ધમાં ભુજમાં શું થયું હતું

1971ના યુદ્ધમાં ભુજમાં શું થયું હતું

1971નું યુદ્ધ ભારતીય મિત્ર વાહિની અને પાકિસ્તાની સેના વચ્ચે થયું હતું. 3 ડિસેમ્બર 1971ના રોજ આ યુદ્ધ શરૂ થયું હતું અને 16 ડિસેમ્બર 1971ના રોજ બાંગ્લાદેશ આઝાદ થવાની સાથે આ યુદ્ધ ખતમ થયું. ઓપરેશન ચંગેજ ખાિન સીરિયલ સ્ટ્રાઈક સાથે 11 ભારતીય એરફોર્સ સ્ટેશન પર આ લડાઈની શરૂઆત થઈ હતી. 8 ડિસેમ્બર 1971ની રાતે સમય પહેલાં પાકિસ્તાની ઘોડસવાર સેનાએ ભારત પર હુમલો બોલી દીધો હતો. પછી પાકિસ્તાની વાયુસેનાએ ઈન્ડિયન એરફોર્સના ભુજ એર સ્ટ્રિપ પર એક પછી એક 14 નેપામ બોમ્બ ફેંક્યા. જેને કારણે ભારતીય વાયુસેનાના વિમાનોને ઉડાણ ભરવામાં મુશ્કેલી થઈ.

ગામની 300 મહિલાઓએ 72 કલાકમાં એર સ્ટ્રિપ બનાવ્યું

ગામની 300 મહિલાઓએ 72 કલાકમાં એર સ્ટ્રિપ બનાવ્યું

ભારતીય વાયુસેના પાસે એર સ્ટ્રિપ ઠીક કરવાનો પડકાર હતો. બીએસએફની મદદ લેવાની કોશિશ કરવામાં આવી, પરંતુ આ કામ પૂરું કરવા માટે તેમની પાસે પર્યાપ્ત સંખ્યામાં જવાન નહોતા. પરંતુ, પાસના માધાપુરના લોકોએ ઈન્ડિયન એરફોર્સ તરફ મદદનો હાથ આગળ વધાર્યો. ખાસ કરીને ગામની 300 મહિલાઓએ કમાલ કરી દેખાડ્યો. તેમની મદદથી માત્ર 72 કલાકમાં ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રિપ બનાવવું શક્ય બન્યું. એ અભિયાનમાં સામેલ વાલબાઈ સેઘાનીએ કહ્યું હતું કે, 'વાયુસેનાની મદદ કરવા માટે અમે 300 મહિલાઓ અમારા ઘરેથી નીકળી ગઈ, આપણા પાયલટ અહીંથી ફરી ઉડાણ ભરી શકે તે અમારે સુનિશ્ચિત કરવાનું હતું. જો અમે મરી જાત તો અમારા માટે આ સમ્માનજનક મૃત્યુ હોત.'

મહિલાઓએ આવી રીતે મિશનને અંજામ આપ્યો

મહિલાઓએ આવી રીતે મિશનને અંજામ આપ્યો

હકીકતમાં એ કામ એટલું આસાન નહોતું. સેઘાનીએ કહ્યું હતું કે, 'અમે તરત દોડીને ઝાડીઓમાં છૂપાઈ જતાં હતાં. અમને ખુદને છૂપાવવા માટે ડાર્ક ગ્રીન રંગની સાળ પહેરવા કહેવામાં આવ્યું હતું. એક નાનું સાયરન સંકેતના રૂપમાં વગાડવામાં આવતું, જે બાદ અમે કામ શરૂ કરી શકતા હતા. દિવસના અંજવાળાનો વધુમાં વધુ ફાયદો ઉઠાવવા માટે અમે વહેલી સવારેથી મોડી સાંજ સુધી આકરી મહેનત કરી હતી.'

વિજય કાર્ણિક હતા યુદ્ધના હીરો

વિજય કાર્ણિક હતા યુદ્ધના હીરો

સ્ક્વાડ્રન લીડર વિજય કુમાર કાર્ણિક ભુજમાં પાકિસ્તાન સાથે થયેલ યુદ્ધના અસલી હીરો હતા. તબાહ થઈ ચૂકેલ એર સ્ટ્રિપ ઠીક કરવા માટે મહિલાઓને ગોળાકારમાં રાખવાનો આઈડિયા તેમનો જ હતો, જે માસ્ટરસ્ટ્રોક સાબિત થયો. 6 નવેમ્બર 1939ના રોજ નાગપુરમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આર્મી બેકગ્રાઉન્ડથી હતા અને તેમના ભાઈ પણ સેનામાં હતા. તેમણે 1962માં એરફોર્સ જોઈન કર્યું હતું. તેમણે એ યુદ્ધે યાદ કરતા એકવાર કહ્યું હતું કે, 'અમે એક યુદ્ધ લડી રહ્યા હતા અને એમાંથી એકેય મહિલાને કંઈ નુકસાન થયું હોત તો, તે બહુ મોટી ક્ષતિ હોત. પરંતુ મેં એક નિર્ણય લીધો અને કામ કરી ગયો. હુમલો થવા પર તેઓ ક્યાં શરણ લઈ શકે મેં તેમને જણાવ્યું અને તેમણે બહાદુરીથી તેનું પાલન કર્યું.'

English summary
Bhuj the Pride of India the story of 300 brave women and vijay kumar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X