ઑસ્કારની રેસમાંથી ફેંકાઈ ચીટિંગપ્રાશ બર્ફી

મુંબઈ, 23 ડિસેમ્બર : અને ભારતનો પડકાર સમાપ્ત... કારણ કે એવાં સમાચાર આવી રહ્યાં છે કે અનુરાગ બાસુની હિટ ફિલ્મ બર્ફી ઑસ્કારની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. શુક્રવારે ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ આ માહિતી મીડિયાને આપી અને જણાવ્યું કે ઑસ્કારનો પ્રથમ તબક્કો ઓળંગતાં અમને લાગ્યુ હતું કે બર્ફી સરળતાપૂર્વક જંગ જીતી જશે, પરંતુ ખેદ સાથે જણાવવું પડે છે કે બર્ફી આ જંગમાંથી બહાર થઈ ગઈ છે.

Ranbir Kapoor

નોંધનીય છે કે બર્ફી ફિલ્મને વિદેશી ફિલ્મોની શ્રેણીમાં મુકવામાં આવી હતી. હવે આ શ્રેણીમાં માત્ર 9 ફિલ્મો બચી છે. જોઇએ કોને ફાળે જાય છે ઑસ્કાર? આ વર્ષની હિટ ફિલ્મોમાં શામેલ બર્ફીમાં પ્રિયંકા ચોપરા, રણબીર કપૂર અને ઇલિયાના ડિક્રૂઝે લીડ રોલ કર્યો હતો. ફિલ્મમાં રણબીર એક મૂંગા-બહેરાના રોલમાં છે, તો પ્રિયંકા ચોપરાએ ઑટિઝ્મથી પીડાતી યુવતીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મે ભારતમાં સારો બિઝનેસ કર્યો છે, પરંતુ જ્યારથી તે ઑસ્કાર માટે નૉમિનેટ કરાઈ હતી, ત્યારથી ફિલ્મ અંગે ભારતમાં મોટો હોબાળો મચ્યો હતો.

લોકોનું કહેવું હતું કે ફિલ્મ હૉલીવુડની હિટ ફિલ્મોની કૉપી છે. આ ફિલ્મ અંગે અનુરાગ બાસુની લોકોએ ખાસી ટીકા કરી હતી. બંગાળી નિર્માતા-દિગ્દર્શક ઋતુપર્ણો ઘોષે અનુરાગ બાસુની બર્ફી સામે પ્રશ્નો ઉઠાવ્યા હતાં. બંગાળી દિગ્દર્શકે ટ્વિટર પર લખ્યુ હતું કે શું બર્ફીનું ઑસ્કારમાં જવું સો ટકા યોગ્ય છે? કાયમ ઑસ્કાર માટે બૉલીવુડ ફિલ્મોને જ અગ્રતા કેમ અપાય છે? શું પ્રાદેશિક ફિલ્મો યોગ્ય નથી કે તેમને પુરસ્કૃત કરાય?

બીજી બાજુ બર્ફીના અભિનેતા-દિગ્દર્શક કમાલ ખાને ટ્વિટર પર લખ્યું હતું કે જે ડાબર બનાવે છે, તેને ચ્યવનપ્રાશ કહે છે અને જે અનુરાગ બાસુ બનાવે છે, તેને બૉલીવુડનું ચીટિંગપ્રાશ કહે છે એટલે કે બૉલીવુડનું ચીટિંગપ્રાશ છે બર્ફી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X