For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનુરાધા પોંડવાલને SCમાંથી રાહત, ‘બાયોલોજીકલ દીકરી' કેસની સુનાવણી પર સ્ટે

હિંદી ફિલ્મોના લિજેન્ડરી ગાયિકામાં શામેલ રહેલા અનુરાધા પોંડવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.

|
Google Oneindia Gujarati News

હિંદી ફિલ્મોના લિજેન્ડરી ગાયિકામાં શામેલ રહેલા અનુરાધા પોંડવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેમની સાથે જોડાયેલા એક કેસમાં તિરુવનંતપુરમમાં ફેમિલી કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી પર સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે અનુરાધા પોંડવાલના કેસની સુનાવણી કરીને મહિલા કરમાલા મોડેક્સને નોટિસ ઈશ્યુ કરી છે.

anuradha paudwal

અનુરાધા પોંડવાલની અરજી પર સુપ્રીમ કોર્ટના સીજેઆઈ એસએ બોબડેની આગેવાનીવાળી બેન્ચે સુનાવણી કરી. તમને જણાવી દઈએ કે 45 વર્ષની મહિલા કરમાલા મોડેક્સે દાવો કર્યો હતો કે તે અનુરાધા પોંડવાલની દીકરી છે. કેરળની રહેવાસી આ મહિલાએ ડિસ્ટ્રીક્ટ ફેમિલી કોર્ટમાં કેસ પણ નોંધાવી દીધો હતો. 1974માં જન્મેલી કરમાલાનો દાવો હતો કે અનુરાધાએ તેમને વર્તમાન માતાપિતાને સોંપી દીધી હતી જ્યારે તે 4 દિવસની હતી.

કેરળના તિરુવનંતપુરમની રહેવાસી આ મહિલા 45 વર્ષીય મહિલાએ 50 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી હતી. કરમાલાએ કહ્યુ હતુ કે લગભગ ચાર-પાંચ વર્ષ પહેલા જ મારા પિતાએ મને જણાવ્યુ કે અનુરાધા પોંડવાલ મારી બાયોલોજીકલ મા છે. પોન્નાચન (મહિલાના પિતા), એ વખતે સેનામાં હતા અને મહારાષ્ટ્રમાં તૈનાત હતા અને તેમની દિગ્ગજ ગાયિકા સાથે મિત્રતા હતી. મહિલાએ કહ્યુ હતુ કે જ્યારે મને આ અંગેની માહિતી મળી તો મે અનુરાધા પોંડવાલનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ તેમણે મારો નંબર બ્લૉક કરી દીધો. ત્યારબાદ અમે કાનૂની રસ્તો અપનાવ્યો.

જો કે અનુરાધા પોંડવાલ મહિલાના આ દાવાને ફગાવતી રહી છે. બાયોલોજીકલ દીકરી હોવાના દાવા પર અનુરાધા પોંડવાલે કહ્યુ હતુ કે તે આ મહિલાના મૂર્ખતાપૂર્ણ નિવેદનોમાં શામેલ નથી થવા ઈચ્છતી. તેમણે કહ્યુ હતુ, 'હું આ રીતના મૂર્ખતાપૂર્ણ નિવેદનો પર કોઈ સ્પષ્ટતા નથી આપવા ઈચ્છતી. આ મારા ગૌરવ વિરુદ્ધ છે.'

આ પણ વાંચોઃ 'છપાક' નું IMDb રેટિંગ ઘટ્યુ, દીપિકા બોલીઃ તેમણે રેટિંગ બદલી છે, મારુ મન નહિઆ પણ વાંચોઃ 'છપાક' નું IMDb રેટિંગ ઘટ્યુ, દીપિકા બોલીઃ તેમણે રેટિંગ બદલી છે, મારુ મન નહિ

English summary
big relief to singer anuradha paudwal sc stay on court proceeding in case of woman claiming to be her daughter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X