આત્મા 2 પણ બનશે અને બિપાશા જ હશે તેમાં પણ

આ માહિતી ફિલ્મના સ્ક્રિપ્ટ રાઇટર સુપર્ણ વર્માએ આપી અને જણાવ્યું કે તેમણે આ સીક્વલની વાર્તા લખવાની તૈયારી શરૂ કરી દીધી છે. આત્મા ફિલ્મ 22 માર્ચના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં બિપાશા બાસુ, નવાઝુદ્દીન સિદ્દીકીએ મુખ્ય ભૂમિકા ભજવી છે.
ફિલ્મના નિર્માતા છે કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક. ફિલ્મનું દિગ્દર્શન સુપર્ણ વર્માએ કર્યું છે. ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થયો છે. ફર્સ્ટ લુક સાચે જ બિહામણો છે. કહે છે કે બિપાશા બાસુએ ફિલ્મમાં હંમેશ મુજબ બહેતરીન કામ કર્યું છે, તો નવાઝુદ્દીન પણ બેસ્ટ છે. બિપાશાએ તો અહીં સુધી કહ્યું કે તેમને લાગે છે કે તેઓ ડરનો પર્યાય બની ગયાં છે.
સુપર્ણ વર્માએ ફિલ્મના પોસ્ટર લૉન્ચ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું - આત્મા 2 જરૂર બનશે. અમારા નિર્માતા કુમાર મંગત પાઠકે બીજા ભાગની પટકથા લખવા કહ્યું છે.












Click it and Unblock the Notifications
