ભયનો પર્યાય બની ચુક્યાં છે બિપાશા બાસુ
મુંબઈ, 12 ફેબ્રુઆરી : લાગે છે કે હૉરર ફિલ્મોની બાબતમાં બિપાશા બાસુ બૉલીવુડના નિર્માતાઓની હવે પ્રથમ પસંદગી બની ગયાં છે.
રાઝ 3 બાદ હવે સુપર્ણ વર્માની હૉરર ફિલ્મ આત્મામાં બિપાશા નજરે પડનાર છે. સોમવારે અહીં ફિલ્મનું પોસ્ટર લૉન્ચ થયું. આ પ્રસંગે બિપાશા બાસુએ જણાવ્યું - હું ભયનો પર્યાય બની ચુકી છું. આવી પ્રથા શરૂ કરવામાં મને કોઈ વાંધો નથી. હૉરર ફિલ્મો પણ એક કળા છે અને ફિલ્મકારો એવી ફિલ્મો બનાવા પણ માંગે છે તથા તેના દર્શકો પણ હોય છે.

પોતાની હૉરર ફિલ્મો અંગે બિપાશા બાસુએ જણાવ્યું કે આ ફિલ્મોમાં તેમની જુદી-જુદી ભૂમિકાઓ રહી છે.
બિપાશાએ જણાવ્યું કે આત્મા ફિલ્મની કથા અને પટકથા તેમને ખૂબ સારી લગી. એટલે જ તેમણે તેમાં કામ કરવાનો તેમણે સ્વીકાર કર્યો. તેમણે જણાવ્યું કે આપણે ત્યાં હજુય હૉરર ફિલ્મો શરુઆતના તબક્કામાં જ છે. આત્મામાં નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ અભિનય ક્યો છે.












Click it and Unblock the Notifications
