Bipasha Basu Daughter: બિપાશા બાસુએ બતાવી દીકરી દેવીની પહેલી ઝલક, ફેન્સે કહ્યુ - એકદમ પપ્પા જેવી
Bipasha Basu Daughter Devi: બૉલિવુડ અભિનેત્રી બિપાશા બાસુ પોતાની દીકરી દેવી સિંહ ગ્રોવરનો ફોટો મોઢુ છૂપાવીને સોશિયલ મીડિયા પર ઘણી વાર શેર કરતી હતી. પરંતુ હવે આખરે તેણે પોતાની દીકરીનો ચહેરો રિવીલ કરી દીધો છે. આ ફોટામાં બિપાશાની દીકરી દેવી ખૂબ જ ક્યુટ લાગી રહી છે.
તમને જણાવી દઈએ કે નવેમ્બર 2022માં બિપાશાએ દીકરીને જન્મ આપ્યો હતો. હાલમાં બૉલિવુડ અભિનેત્રી બિપાશાએ પોતાની દીકરી દેવીના અમુક ક્યુટ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં રમતી દેખાઈ રહી છે.

આ સુંદર તસવીરો શેર કરતાં અભિનેત્રીએ એક ખાસ કેપ્શન પણ લખ્યું, 'હેલો વર્લ્ડ હું દેવી છુ'. આ તસવીરોમાં પિંક કલરનો ડ્રેસ અને ક્યૂટ હેરબેન્ડ પહેરીને દેવી ખૂબ જ સુંદર લાગી રહી છે. દેવીના ડ્રેસ પર 'ડેડીઝ પ્રિન્સેસ' લખેલુ છે.
બિપાશા બાસુએ આ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ ફેન્સ દેવી પર સતત પ્રેમ વરસાવી રહ્યા છે. દેવીની આ ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ચાહકોથી લઈને તમામ બૉલિવુડ સેલેબ્સ દેવીની તસવીરો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યુ, ઓહ વાહ દેવી ખુબ જ ક્યૂટ લાગી રહી છે. આ તો એકદમ તેના પપ્પા પર ગઈ છે. અન્ય યુઝરે લખ્યું, આ ખરેખર ક્યૂટ છે. જ્યારે સુઝાન ખાને લખ્યું, 'ખૂબ જ સુંદર...ભગવાન તમને ખૂબ પ્રેમ આપે'.
તમને જણાવી દઈએ કે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરના લગ્ન 30 એપ્રિલ 2016ના રોજ થયા હતા. લગ્નના છ વર્ષ બાદ બંને માતા-પિતા બની ગયા છે. અભિનેત્રીએ ગયા વર્ષે 12 ડિસેમ્બર 2022ના રોજ તેની સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો. જેની જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આપી હતી. ત્યારથી ચાહકો તેમની પુત્રીની એક ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
