બિપાશાની આત્મામાં કોઈ રહસ્ય નથી !
મુંબઈ, 26 ફેબ્રુઆરી : બિપાશા બાસુની આવનાર આત્મા ફિલ્મ પણ સુપર નૅચરલ પાવર ધરાવતી ફિલ્મ છે અને તેમાં પણ બિપાશા બાસુ લોકોને મન મૂકીને બિવડાવવાના છે, પરંતુ બિપાશા બાસુનું કહેવું છે કે આત્મા અને તેમની અન્ય હૉરર ફિલ્મો વચ્ચે અંતર છે. કોઈ પણ રીતે સમાનતા નથી. આત્મા ફિલ્મમાં તેમનો રોલ અગાઉ કરતાં બિલ્કુલ અલગ છે.

સુપર્ણ વર્માની ફિલ્મ આત્મામાં બિપાશા બાસુ માયાનો રોલ કરી રહ્યાં છે. બિપાશા સાથે નવાઝુદ્દીન સિદ્દીકી પણ મુખ્ય ભૂમિકામાં છે. બિપાશાએ જણાવ્યું કે દર્શકો જ્યારે તેમની આત્મા ફિલ્મ જોશે અને તેની સરખામણી રાઝ ફિલ્મ સિરીઝ સાથે કરશે, તે તેઓ પોતે જ સમજી જશે કે બંને ફિલ્મોમાં મોટો અંતર છે.
બિપાશા બાસુએ જણાવ્યું કે ભલે રાઝ 3 તથા આત્મા બંને હૉરર ફિલ્મો છે, પરંતુ દિગ્દર્શક વિક્રમ ભટ્ટ તથા સુપર્ણ વર્મા બંનેના દૃષ્ટિકોણ અલગ છે. માત્ર એટલું જ નહીં રાઝ 3ની શોનાયા તથા આત્માની માયા બંનેમાં પણ ફરક છે. બિપાશાએ કહ્યું કે આ ખોટી વાત છે કે એક હૉરર ફિલ્મની બીજી સાથે સરખામણી કરવામાં આવે. હૉરર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં આપ ઘણું બધું એક્સપ્લોર કરી શકો છો. આત્મામાં પણ ઘણું બધું અલગ છે.
બિપાશાને જ્યારે પુછાયું કે તેઓ સતત હૉરર ફિલ્મો કેમ કરે છે, તો તેમણે જણાવ્યું - મેં એક વાત નક્કી કરી લીધી હતી કે રાઝ 3 બાદ હું કોઈ પણ સુપર નૅચરલ ફિલ્મ નહીં કરૂં. જ્યારે સુપર્ણ મારી આત્માની સ્ક્રિપ્ટ લઈને આવ્યાં, તો મેં મનોમન નક્કી કર્યુ હતું કે હું ઇનકાર કરી દઇશ, પરંતુ સુપર્ણના સ્ક્રિપ્ટ નૅરેશને મને ચોંકાવી દીધી.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
