કૌટુમ્બિક દબાણને પગલે ખોટું બોલી હતી સોહા
મુંબઈ, 3 ઑક્ટોબર : પટૌડી કુટુમ્બની સૌથી નાની દીકરી સોહા અલી ખાનનો આજે જન્મ દિવસ છે. 4થી ઑક્ટોબર, 1978ના રોજ જન્મેલ સોહાએ ફિલ્મ રંગ દે બસંતી સાથે ફિલ્મી કરિયરની શરુઆત કરી હતી.

રંગ દે બસંતી ફિલ્મ માટે સોહાને એવૉર્ડ પણ જીત્યો હતો, પરંતુવર્ષ 2006માં રિલીઝ થયેલી આ ફિલ્મ બાદ સોહાની બાકીની ફિલ્મોમાં તેના વખાણ તો થયાં, પરંતુ તે ફિલ્મો બૉક્સ ઑફિસે વધુ લોકોને ભેગા ન કરી શકી.
પોતાની ફિલ્મોને કારણ ઓછી પણ કુણાલ ખેમૂ સાથે રોમાન્સને પગલે વધુ ચર્ચામાં રહેતી સોહા આજકાલ પોતાના ભાઈ સૈફ અલી ખાનના લગ્નની તૈયારીઓમાં વ્સ્ત છે, પરંતુ પારિવારિક દબાણને પગલે તે આ અંગે મીડિયાને કોઈ વાત નથી કરી શકતી. સોહાનું એમ જણાવવું કે સૈફ-કરીના લગ્ન અંગે તેને અત્યારે કઈં જ ખબર નથી, તે આ જ દબાણને દર્શાવે છે. સોહાએ જણાવ્યું હતું કે સૈફ અને કરીના કપૂર હજુ લંડન ખાતેથી શોપિંગ કરી પરત ફર્યાં છે. તેથી અત્યારે કઈં કહી શકાય નહીં. હા, સફના લગ્ન જ્યારે પણ થશે, ત્યારે તેણે શું પહેરવું છે, તે તેને ખબર છે.
ખેર, સોહાના આ સફેદ જૂઠ ઉપર સૌને પ્રેમ ઉભરાઈ આવ્યો છે. સૌનું એ જ કહેવું છે કે સોહા પોતાના ભાઈ સૈફ સાથે બેહદ પ્રેમ કરે છે. તેથી તેમના આ જૂઠને પણ સલામ. વળી, સોહાના જન્મ દિવસે તેમને ખૂબ-ખૂબ અભિનંદન.












Click it and Unblock the Notifications
