Birthday: આલિયા કેટલી ફી લે છે, શું છે તેની કમાણી, જાણો કુલ સંપત્તિ
આલિયા ભટ્ટ આજે પોતાનો 30મો જન્મદિવસ મનાવી રહી છે. આજે તેના જન્મદિવસ પર જાણીએ તેની કમાણી અને સંપત્તિ વિશે.

Alia Bhatt Income and Net Worth: બૉલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આજે પોતાનો 30મો જન્મદિવસ મનાવી રહી છે. તે બૉલિવુડની મોંઘી અભિનેત્રીઓમાંની એક છે અને ઘણી નાની ઉંમરે તેણે સફળતાના મેળવી લીધી હતી. પોતાના કરિયરમાં તેણે શાહરુખ અને અમિતાભ બચ્ચન જેવા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યુ છે.
એક તરફ છેલ્લા ઘણા સમયથી બૉલિવુડની ફિલ્મો ફ્લૉપ થઈ રહી છે તેવા સમયમાં આલિયા ભટ્ટની છેલ્લી ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી અને બ્રહ્માસ્ત્રએ બૉક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરી. આજે તેના જન્મદિવસ પર જાણીએ તેની કમાણી અને સંપત્તિ વિશે.

આલિયા ભટ્ટ લે છે આટલી ફીસ
મીડિયા રિપોર્ટસ મુજબ આલિયા ભટ્ટની કમાણી કોઈ મોટી હિરોઈનથી કમ નથી. હાલમાં આલિયા ભટ્ટ ઈન્ડસ્ટ્રીની મોંઘી હિરોઈનોમાંની એક છે. આલિયા ભટ્ટ તેની એક ફિલ્મ માટે અઢળક ફી લે છે. અહેવાલ મુજબ આલિયા ભટ્ટ તેની એક ફિલ્મ માટે 18થી 20 કરોડ રૂપિયા લે છે. આલિયા ભટ્ટની કુલ સંપત્તિ 517 કરોડ રૂપિયા છે. જ્યારે આલિયા ભટ્ટ એક જાહેરાત કરવા માટે લગભગ 5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

આલિયા ચલાવે છે પોતાનો બિઝનેસ
ફિલ્મોમાં અભિનયની સાથે આલિયા ભટ્ટ પોતાનો બિઝનેસ પણ ચલાવે છે. તેની પોતાની એડ-એ-મમ્મા નામની બ્રાન્ડ છે, જે 2થી 14 વર્ષની વયના બાળકો માટે કપડાં બનાવે છે. આલિયા ભટ્ટને આ બિઝનેસમાંથી ઘણો ફાયદો થાય છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આલિયા આ બિઝનેસથી એક વર્ષમાં 150 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે.

આલિયા ભટ્ટનુ પ્રોડક્શન હાઉસ
તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટનુ સનશાઈન પ્રોડક્શન નામનુ પોતાનુ પ્રોડક્શન હાઉસ પણ છે. આલિયા ભટ્ટ પણ તેના પ્રોડક્શન હાઉસમાંથી સારી કમાણી કરે છે. આ પ્રોડક્શન હાઉસ હિન્દી અને મરાઠીમાં ઘણા ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ્સ પર કામ કરે છે.

સ્ટાઈલ ક્રેકરમાં કર્યુ છે રોકાણ
આલિયા ભટ્ટે પર્સનલ સ્ટાઇલિંગ પ્લેટફોર્મ સ્ટાઈલ ક્રેકરમાં પણ કેટલાક પૈસા રોક્યા છે. આ કંપનીની શરૂઆત વર્ષ 2013માં થઈ હતી. સ્ટાઈલ ક્રેકર દેશની પ્રથમ ફેશન મેમ્બરશીપ કંપની છે. આ સાથે આલિયા ભટ્ટે અન્ય ઘણી જગ્યાએ પણ રોકાણ કર્યુ છે, જ્યાંથી તે ખૂબ પૈસા કમાય છે.

સોશિયલ મીડિયા અકાઉન્ટથી કમાણી
આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા દ્વારા પણ ઘણી કમાણી કરે છે. આલિયા ભટ્ટ તેના એકાઉન્ટમાંથી કોઈપણ બ્રાન્ડના પ્રચાર માટે લાખો રૂપિયા લે છે. આલિયા ભટ્ટના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણા બધા ફોલોઅર્સ છે. તે અમુક બ્રાન્ડ અને ઉત્પાદનોને સમર્થન આપે છે. આલિયા કોઈપણ બ્રાન્ડને પ્રમોટ કરવા માટે લગભગ 85 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.












Click it and Unblock the Notifications
