પત્નીને છેતરીને સુપરસ્ટારની દીકરી સાથે કર્યા બીજા લગ્ન, ક્રાઈમ પેટ્રોલના અનૂપ સોનીની કહાની ચોંકાવી દેશે

Anup Soni Birthday: આજે નાના પડદાના કલાકાર અનૂપ સોનીનો જન્મદિવસ છે. તેમણે મોટા પડદા પર ઘણી વખત પોતાનું નસીબ અજમાવ્યું પરંતુ કંઈ ખાસ થઈ શક્યુ નહીં. જો કે તેમ છતાં તેમણે નાના પડદા પર પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.

ક્રાઈમ પેટ્રોલના હોસ્ટ તરીકે અનુપ સોનીએ ઘર-ઘરમાં પોતાનું નામ બનાવ્યું છે. જો કે, તે તેમના પ્રોફેશનલ જીવન કરતાં તેના અંગત જીવન માટે વધુ હેડલાઇન્સમાં રહ્યા છે. વર્ષ 1999માં તેણે રિતુ સોની સાથે લગ્ન કર્યા હતા.

anup soni

રિતુથી તેને ઝોયા અને માહિરા નામની બે દીકરીઓ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પરિણીત હોવા છતાં અનૂપ રાજ બબ્બરની દીકરી જુહી બબ્બરના પ્રેમમાં પડી ગયા હતા. આ પછી અનૂપે તેની પત્ની રિતુ સાથે છૂટાછેડા લીધા અને 2011માં જુહી સાથે લગ્ન કર્યા.

જો રિપોર્ટસ માનીએ તો અનુપ સોની પહેલાથી જ પરિણીત હતા પરંતુ તેમ છતાં તેમનું અફેર ચાલી રહ્યું હતું. બંનેની પહેલી મુલાકાત તેમની માતા નાદિરા બબ્બરના નાટકમાં થઈ હતી. ત્યારથી બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.

શરૂઆતમાં કોઈને ખબર ન હતી કે આ બધું બંને વચ્ચે ચાલી રહ્યું છે. જો કે, એક દિવસ તેમની કોલ ડિટેઈલથી જાણવા મળ્યું કે બંને એકબીજાના પ્રેમમાં હતા. આ પછી બંનેએ લગ્ન કરી લીધા અને એક વર્ષ પછી તેમને એક પુત્ર થયો, જેનું નામ દંપત્તિએ ઈમાન રાખ્યું. હવે તે તેમની બીજી પત્ની અને પુત્ર સાથે રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X