B'day: 327 કરોડની સંપત્તિ, લક્ઝુરિયસ હોટલ્સનો બિઝનેસ, 114 કૂતરાના માલિક છે મિથુનદા, જાણો કમાણી
Mithun Chakraborty Birthday: બૉલિવુડ એક્ટર મિથુન ચક્રવર્તી માત્ર સારા એક્ટર નહિ પરંતુ તેઓ રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ પણ રહી ચૂક્યા છે. મિથુન ચક્રવર્તીએ વર્ષ 1976માં મૃગયા ફિલ્મથી બૉલિવુડમાં એન્ટ્રી કરી હતી. પ્રથમ ફિલ્મ માટે જ તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. હિન્દી ઉપરાંત, તેણે બંગાળી, ઉડિયા, ભોજપુરી, તમિલ, તેલુગુ, કન્નડ અને પંજાબીમાં 350થી વધુ ફિલ્મો કરી છે.
મિથુન ચક્રવર્તીએ અભિનેત્રી યોગીતા બાલી સાથે લગ્ન કર્યા છે અને હાલમાં તે પોતાના પરિવારની સાથે સાથે રાજકારણને પણ સમય આપી રહ્યા છે. આજે મિથુન ચક્રવર્તી પોતાનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસના આ ખાસ અવસર પર અમે તમને તેમની કુલ સંપત્તિ અને કમાણી વિશે જણાવીએ.

ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અને અનેક રાજકીય પક્ષોમાં યોગદાન આપનાર મિથુન ચક્રવર્તીની મુંબઈ, ઉટી, કોલકાતા જેવા શહેરોમાં ઘણી મિલકતો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મિથુન ચક્રવર્તી પાસે લગભગ 40 મિલિયન યુએસ ડૉલર એટલે કે લગભગ 327 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
ડિસ્કોના પ્રખ્યાત અભિનેતા મિથુન ચક્રવર્તીને કૂતરા પાળવાનો ઘણો શોખ છે. મુંબઈ અને ઉટીમાં તેના બંગલામાં તેની પાસે લગભગ 114 કૂતરા છે. મુંબઈના મડ આઈલેન્ડ ખાતેના તેમના બંગલા પર 76 કૂતરા છે, જ્યારે ઉટીમાં તેમના બંગલામાં 38 કૂતરા છે. તમને જણાવી દઈએ કે તેણે મુંબઈમાં પોતાના બંગલામાં કૂતરાઓ માટે એક ખાસ ઘર પણ બનાવ્યું છે, જેમાં ઘણી લક્ઝુરિયસ સુવિધાઓ છે.
અભિનય સિવાય મિથુન ચક્રવર્તી ઘણા રિયાલિટી શોના જજ તરીકે પણ જોવા મળે છે. તેમણે હોટલ ઈન્ડસ્ટ્રીમાં પણ હાથ અજમાવ્યો છે. તમને જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તી બિઝનેસની સાથે-સાથે ફિલ્મોમાં પણ ખૂબ જ સફળ રહ્યા છે. મિથુન ચક્રવર્તી અભિનેતા હોવા ઉપરાંત 'મોનાર્ક ગ્રુપ ઓફ હોટેલ્સ'ના માલિક છે. તેમની પાસે ઉટી, તમિલનાડુમાં મસીનાગુડી અને કર્ણાટકના મૈસૂરમાં ઘણી લક્ઝરી હોટેલ્સ છે. મિથુન આ હોટલમાંથી ઘણી કમાણી કરે છે.
મુંબઈના મડ આઈલેન્ડ વિસ્તારમાં એક આલીશાન બંગલામાં પરિવાર અને કૂતરા સાથે રહે છે. આ મડ આઇલેન્ડ હાઉસની કિંમત લગભગ 46 કરોડ રૂપિયા છે. આ સિવાય મિથુન દા પાસે મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં એક આલીશાન ઘર પણ છે. આ સિવાય મિથુન દાનું ઉટીમાં એક ફાર્મહાઉસ છે જેની કિંમત કરોડોમાં છે. મિથુન ચક્રવર્તી પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે આ ફોર્મ હાઉસમાં જાય છે.
તમને જણાવી દઈએ કે કરોડોની સંપત્તિ હોવા છતાં મિથુન ચક્રવર્તી ખૂબ જ સાદું જીવન જીવવું પસંદ કરે છે. જો કે મિથુન દા લક્ઝરી વાહનોના ખૂબ જ શોખીન છે. તેમની પાસે મર્સિડીઝ બેન્ઝ, ફોર્ડ એન્ડેવર, ટોયોટા ફોર્ચ્યુનર જેવા ઘણા વાહનો છે. મિથુન ચક્રવર્તીએ ઘણી ફિલ્મો પણ બનાવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
