Satish Kaushik B'day: સતીશ કૌશિક રહેતા હતા ચિંતામાં, આવતા હતા સુસાઈડના વિચારો, જાણો કારણ
Satish Kaushik Birthday Special: બૉલિવુડના દિવંગત અભિનેતા અને પ્રસિદ્ધ નિર્દેશક સતીશ કૌશિકનુ 9 માર્ચે હાર્ટ એટેકના કારણે અવસાન થયુ હતુ. આ સમાચારથી બૉલિવુડ ઈન્ડસ્ટ્રી ચોંકી ગઈ હતી. જો અભિનેતા આજે જીવતા હોત તો તેમણે 13 એપ્રિલે પોતાનો 67મો જન્મદિવસ ઉજવ્યો હોત.
સતીશ કૌશિક ભલે હવે આ દુનિયામાં નથી પરંતુ તેઓ પોતાની પાછળ ઘણા કિસ્સા અને કહાનીઓ છોડી ગયા છે. આજે તેમના જન્મદિવસના અવસર પર અમે તમને એક્ટર સાથે જોડાયેલી કેટલીક એવી વાતોથી પરિચિત કરાવીશુ, જેનાથી તમે હજુ પણ અજાણ છો.

તમને જણાવી દઈએ કે, એકવાર અભિનેતાએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો, તે તેમની ફિલ્મથી ખુશ ન હતા. સતીશ કૌશિકે એક અભિનેતા તરીકે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં તે એક અભિનેતાની સાથે સાથે એક મોટા ફિલ્મ નિર્માતા તરીકે ઓળખાયા.
જ્યારે સતીશ કશિકે તેમની બે ફિલ્મો સાથે દિગ્દર્શનનુ સાહસ કર્યુ ત્યારે તે ફિલ્મોની હાલત એવી હતી કે સતીશ કૌશિક ખરાબ રીતે ભાંગી પડ્યા ગયા હતા અને તેમને આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ, સતીશ કૌશિકને બોની કપૂરની ફિલ્મ 'રૂપ કી રાની, ચોરોં કા રાજા'માં ડિરેક્ટર તરીકે કામ મળ્યુ હતુ. આ બંને મોટા બજેટની ફિલ્મો હતી.
જો કે, આ ફિલ્મો બૉક્સ ઑફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. સતીશ કૌશિકે જણાવ્યુ હતુ કે ફિલ્મના પ્રીમિયરમાં રડી-રડીને તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. તે સમય સતીશ કૌશિક માટે ખૂબ જ મુશ્કેલ હતો. આ ફિલ્મ 9 કરોડના બજેટમાં બની હતી. ફિલ્મ ફ્લૉપ થવાને કારણે બોની કપૂર દેવાદાર બની ગયા હતા.
આ નિષ્ફળતા પછી અભિનેતાએ એકથી એક ચડિયાતી ફિલ્મો આપી. સતીશ કૌશિકે પોતાની ફિલ્મી કરિયરમાં ઘણા પાત્રો કર્યા પરંતુ તેમનો કૉમેડી રોલ આજે પણ સૌથી વધુ યાદ કરવામાં આવે છે. તેમના કૉમિક ટાઈમિંગ અને ડાયલોગ ડિલિવરીમાં કોઈ જવાબ નહોતો. ભલે તે હવે આપણી વચ્ચે નથી પરંતુ તે હંમેશા ચાહકોના દિલ પર રાજ કરશે.












Click it and Unblock the Notifications
