B'daySpcl: શાહરૂખ ખાનના ફેન્સને આ 5 વાત ક્યારેય ના કહેશો!

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખનો આજે એટલે કે, 2 નવેમ્બરના રોજ 52મો જન્મદિવસ છે અને આજે પણ તે અલ્ટિમેટ રોમાન્સ કિંગ તરીકે જાણીતો છે. લોકો ભલે ગમે તે કહે, શાહરૂખે પોતાની મહેનત અને લગનથી બોલિવૂડમાં અને બોલિવૂડ દર્શકોના મનમાં ખાસ સ્થાન બનાવ્યું છે. ગમે એટલા નવા હિરોઝ આવી જાય, શાહરૂખનો ચાર્મ આજે પણ એ જ છે અને આથી જ તેના ફેન્સ શાહરૂખ ખાનના કોઇ રિપ્લેસમેન્ટને સ્વીકારી શકતા નથી. અહીં અમે એવી કેટલીક વાતો ટાંકી રહ્યાં છીએ, જે તમારે શાહરૂખના ડાઇહાર્ડ ફેન સામે ક્યારેય ના બોલવી જોઇએ. જો બોલ્યા તો, એનો શું જવાબ મળશે, અહીં વાંચી લો.

રોમાન્સ નહીં, ઓવરએક્ટિંગનો કિંગ છે!

રોમાન્સ નહીં, ઓવરએક્ટિંગનો કિંગ છે!

શાહરૂખ ખાનને તેની એક્ટિંગ માટે ઘણીવાર ખૂબ ક્રિટિસાઇઝ કરવામાં આવે છે. ઘણા કહે છે કે તે ઓવર-એક્ટિંગ કરે છે, તો ઘણાને લાગે છે કે તેની ફિલ્મોમાં કોઇ વેરાઇટિ નથી અને આથી તે હંમેશા દરેક ફિલ્મમાં એક જ પ્રકારની એક્ટિંગ કરે છે. આ વાતનો જવાબ શાહરૂખે પોતે જ આ ફિલ્મોથી આપ્યો છે; ડર, સ્વદેસ, ચક દે ઇન્ડિયા.

Female's man

Female's man

શાહરૂખ ખાન ખાસ કરીને મહિલાઓમાં ખૂબ લોકપ્રિય છે, તેના ફીમેલ ફેન્સની સંખ્યા ઘણી વધારે છે અને પોતાના કરિયરમાં પણ તેણે એક્શન કરતાં વધુ રોમેન્ટિક ફિલ્મો જ કરી છે. આ કારણે ઘણી વાર તેને Female's man કહી મજાક ઉડાવવામાં આવે છે. આપણે સહુ જાણીએ છીએ કે, મહિલાઓને ઇમ્પ્રેસ કરવી એટલી સરળ નથી અને શાહરૂખ આ કામ બહુ સરળતાથી કરી જાય છે. મેલ હોય કે ફીમેલ, એકવાર શાહરૂખને મળ્યા પછી તેઓ તેના ફેન બની જાય છે અને આ વાત ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ સ્વીકારી છે.

ઘમંડી, અભિમાની છે

ઘમંડી, અભિમાની છે

શાહરૂખને ઘણા ઘમંડી કે એરોગન્ટ પણ કહે છે. રિપોર્ટરના આડા-અવળા સવાલોના શાહરૂખ ખૂબ રમૂજી અને જડબાતોડ જવાબ આપી જાણે છે, આ કારણે જ જો તમે એને એરોગન્ટ કહેતા હોવ તો કહી શકો છો. એક રિપોર્ટરે જ્યારે તેને તેના એરોગન્સ અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે, મને જ્યારે પણ લાગે કે મારામાં એરોગન્સ આવી ગયું છે, ત્યારે હું યુએસની ટ્રિપ પર જતો રહું છું. ત્યાંના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટવાળા મારી અંદરના સ્ટારને બહાર કાઢી નાંખે છે.

સલમાન વધારે પોપ્યૂલર છે

સલમાન વધારે પોપ્યૂલર છે

શાહરૂખ અને સલમાનમાં કોણ વધારે લોકપ્રિય છે એની હરીફાઇ હંમેશા આ બે સ્ટારના ફેન્સ વચ્ચે રહી છે. આનો શાહરૂખના ફેન્સ પાસે એક જ જવાબ છે, જેક્લિન અને કેટરિના સિવાય એવા કેટલા ફોરેનર્સ છે, જે સલમાનની એક ઝલક માટે કંઇ પણ કરી શકતા હોય? શાહરૂખની ઓવરસિઝ પોપ્યૂલારિટી બોલિવૂડમાં દરેક મોટા સ્ટારને માત આપે છે.

ચેરિટી નથી કરતો, સેલ્ફિશ છે!

ચેરિટી નથી કરતો, સેલ્ફિશ છે!

શાહરૂખની લોકપ્રિયતા અને ચાર્મ સામે બીજી એક દલીલ છે કે તે ગમે એટલો મોટો સ્ટાર હોય, પરંતુ સેલ્ફિશ છે અને ચેરિટી નથી કરતો. આ ભ્રમ છે. શાહરૂખ ખાન ઘણા વર્ષોથી મેક અ વિશ ફાઉન્ડેશન સાથે જોડાયેલો છે અને ત્યાંના અનપ્રિવિલેજ્ડ બાળકોને મળવા માટે તે અચૂક સમય કાઢે છે. આ ઉપરાંત વર્ષ 2009 અને 2012માં તેણે ભારતના કેટલાક ગામ દત્તક લીધા હતા અને તે રેગ્યુલરલી આ ગામના વિકાસ માટે ડોનેશન કરતો રહે છે, માત્ર એની જાહેરાત નથી થતી. શાહરૂખે ભારતના કુલ 17 ગામ દત્તક લીધા છે.

English summary
Happy Birthday Shah Rukh Khan! 5 things you should never say to SRK fan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.