
Birthday Special: આ ફિલ્મ માટે નવાજુદ્દીન સિદ્દીકીએ 1 રૂપિયો ફી લીધી હતી
ઉત્તર પ્રદેશ રાજ્યના મુઝફ્ફરનગર જિલ્લામાં બઢાના નામનું એક ગામ આવેલું છે, અહીં બૉલીવુડના અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીનો જન્મ થયો. 19 મે 1974ના રોજ મુસ્લિમ પરિવારમાં જન્મેલા નવાજુદ્દીન સિદ્દીકી આજે ફિલ્મ જગતનું મશહૂર નામ છે. બૉલીવુડના ફૈઝલ કહો, ગણેશ ગાયતોંડે કહો કે મંટો કે પછી બાલા સાહેબ ઠાકરે, તમામ કેરેક્ટર તેમણે બખૂબી નિભાવ્યા છે. 8 ભાઈ-બહેનોમાં નવાજુદ્દીન સૌથી મોટા ભાઈ છે, જેમણે તમામ સ્ટ્રગલ બાદ આ મુકામ હાંસલ કર્યો છે.
નવાજુદ્દીન સિદ્દીકીએ હરિદ્વારથી કેમિસ્ટ્રી સાયન્સમાં બેચલર ડિગ્રી હાંસલ કરી અને પછી નોકરીની તલાશમાં દિલ્હી ચાલ્યા આવ્યા. આ દરમ્યાન તેમણે નાટક જોયું અને એક્ટિંગ તરફ આકર્ષિત થયા. જે બાદ તેમણે એક્ટિંગ સ્કૂલ ઑફ ડ્રામા એટલે કે NSDમાં એડમિશન મેળવ્યું અને મુંબઈ ચાલ્યા ગયા.

મુંબઈમાં એન્ટ્રી
નવાજુદ્દીન સિદ્દીકીએ વર્ષ 1999માં માયાનગરીમાં પ્રવેશ કર્યો, હીરો બનવાની ઈચ્છા તેમને અહીં ખેંચી લાવી. જેમ તેમ કરી આમિર ખાનની ફિલ્મસરફરોશમાં કામ કરવાનો નવાજુદ્દીનને મોકો મળ્યો. આ ફિલ્મમાં પળભરનો તેમનો રોલ હતો. વર્ષનો સંઘર્ષ બાદ તેમણે કોઈપણ ગોડફાધર વિના સક્સેસ હાંસલ કર્યું.
વર્ષ 1999માં રામ ગોપાલ વર્માએ નવાજુદ્દીન સિદ્દીકીને શૂલમાં અને પછી જંગલમાં કાસ્ટ કર્યો. વર્ષ 2003માં આવેલ મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકીને નાનો એવો ચોરનો રોલ મળ્યો. આ ઉપરાંત શોર્ટ ફિલ્મ બાઈપાસમાં પણ ઈરફાન ખાન સાથે જોવા મળ્યા.

સંઘર્ષ બમણો થઈ ગયો
કરિયરની શરૂઆતમાં નવાજુદ્દીન સિદ્દીકીને સતત નાના રોલ મળ્યા, પરંતુ વર્ષ 2002થી 2005 સુધી નવાજુદ્દીન સિદ્દીકી માટે સંઘર્ષ બમણો થઈ ગયો.

ભાડાના મકાનના પૈસા આપવા મુશ્કેલ થઈ ગયા હતા
કામ વિના મોંઘા શહેરમાં એક રાત કાપવી મુશ્કેલ થઈ જાય છે, એવામાં નવાજુદ્દીન સિદ્દીકી પાસે ભાડાના મકાનના પૈસા આપવા મુશ્કેલ થઈ ગયા હતા. જે બાદ એનએસડીના એક સીનિયરે નવાજુદ્દીન સિદ્દીકીને પોતાના ઘરે રાખ્યો, જેના બદલામાં નવાજુદ્દીન રસોઈ પકાવી દેતો હતો.

અહીંથી નવાજુદ્દીન સિદ્દીકીની કિસ્મત પલટી
2004થી 2007માં પણ નવાજુદ્દીન સિદ્દીકી પોતાના કરિયરમાં ઉતાર ચઢાવનો સામનો કરતા રહ્યો. એક-બે પિલ્મ કરી અને નાની-નાના રોલ સતત નિભાવતા ગયા. પછી વર્ષ 2012માં અનુરાગ કશ્યપની ફિલ્મ ગેંગ્સ ઑફ વાસેપુરથી તેમનો સિક્કો ચમકી ઉઠ્યો.
પ્રભાસની 400 કરોડની ફિલ્મ આદીપુરૂષમાં સિદ્ધાર્થ શુક્લાની એન્ટ્રી, નિભાવશે આ મહત્વનો રોલ

યાદગાર રોલ
ગેંગ્સ ઑફ વાસેપુરનો ફૈઝલ ખાન, સેક્રેડ ગેમ્સમાં ગણેશ ગાયતુંડે, મંટોમાં સઆદત હસન મંટો, માંઝી ધી માઉંટેનમાં માંઝી, ઠાકરેમાં શિવસેના સંસ્થાપક બાલ ઠાકરે સહિત કેટલાય રોલ છે જે તેમના દ્વારા નિભાવવામાં આવેલા સર્વશ્રેષ્ઠ રોલ સાબિત થયા છે.

આ ફિલ્મ માટે નવાજુદ્દીન સિદ્દીકીએ 1 રૂપિયા ફી લીધી હતી
વર્ષ2018માં ઉર્દુ રાઈટર સઆદત હસન મંટોના જીવન પર બનેલી ફિલ્મ મંટો આવી. જેમાં નવાજુદ્દીન સિદ્દીકીએ મંટોનો રોલ નિભાવ્યો. આ ફિલ્મ નવાજુદ્દીનને એટલી ગમી ગઈ હતી કે તેઓ આ ફિલ્મ મફતમાં કરવા તૈયાર થઈ ગયા. મંટો ફિલ્મ માટે તેમણે માત્ર 1 રૂપિયા ફી લીધી હતી.

આખરે નવાજુદ્દીને ફ્રીમાં મંટો કેમ કરી
એક ઈન્ટર્વ્યૂમાં નવાજુદ્દીન સિદ્દીકીએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે મંટો ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી ત્યારે તેઓને આ પટકથા ખુબ પસંદ આવી. તેમને આ ફિલ્મમાં મળેલો રોલ પોતાના જેવો જ લાગ્યો. બંનેના વિચાર એક જેવા જ લાગ્યા. જેથી તેઓ આ કેરેક્ટર સાથે ન્યાય કરવા માંગતા હતા. તેમણે કહ્યું કે આ રોલ તેમની સાથે જોડાયેલો હતો માટે પૈસા લેવા બેઈમાની હોત.