Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Birthday Special: 15 વર્ષની ઉંમરે યૌન શોષણનો શિકાર બની હતી રેખા

Birthday Special: 15 વર્ષની ઉંમરે યૌન શોષણનો શિકાર બની હતી રેખા

નવી દિલ્હીઃ આજે બૉલીવુડની સૌથી હસીન કલાકાર રેખાનો જન્મ દિવસ છે. નશીલી આંખો, સુંદર કાયા અને શ્રેષ્ઠ અદાકારીનો સંગમ છે બૉલીવુડની અભિનેત્રી રેખા. રેખા એક એવું ચરિત્ર છે, જેને ગત જમાનાની નહિ બલકે આજની પેઢી પણ જાણવા ઉત્સુક છે. સૌકોઈ આજે પણ રેખાના જીવનના એવા પાના વિશે જાણવાની દિલચસ્પી રાખે છે જેને આજ સુધી કોઈ વાંચી નથી શક્યું.

યાસીર ઉસ્માનનું પુસ્તકઃ રેખા- એન અનટોલ્ડ સ્ટોરી

યાસીર ઉસ્માનનું પુસ્તકઃ રેખા- એન અનટોલ્ડ સ્ટોરી

આ કારણે જ યાસીર ઉસ્માનનું પુસ્તક રેખાઃ એન અનટોલ્ડ સ્ટોરી જ્યારે માર્કેટમાં આવી તો સૌકોઈ આ વાંચવા માટે ઉત્સુક હતું. 15 વર્ષની ઉંમરમાં યૌન ઉત્પીડન પરંતુ કિતાબની સ્યાહીએ રેખાના જીવનના એ દર્દને લોકોની સામે લાવી દીધું, જેની કલ્પના કોઈએ સપનામાં પણ નહોતી કરી. આ પુસ્તકમાં લખ્યું છે કે માત્ર 15 વર્ષની ઉંમરમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન રેખાનું યૌન ઉત્પીડન થયું હતું.

ફિલ્મ અનજાના સફર

ફિલ્મ અનજાના સફર

પુસ્તક કહે છે કે ફિલ્મ અનજાના સફરના નિર્દેશક રાજા નવાઠે અને ફિલ્મના હીરો બિસ્વજીતે રેખાને જણાવ્યા વિના ફિલ્મનો સીન શૂટ કરવાનો પ્લાન બનાવ્યો. તે સમયે રેખાની ઉંમર માત્ર 15 વર્ષ હતી, રેખા રોમાન્ટિક ગીતના શૂટ માટે સેટ પર પહોંચી અને જેવા જ ડાયરેક્ટરે એક્શન બોલ્યા કે બિસ્વજીતે રેખાને બાહોમાં ભરી કિસ કરવા લાગ્યો, રેખાને તે અટક્યા વિના 5 મિનિટ સુધી કિસ કરતો રહ્યો, રેખા શર્મશાર થઈ ગઈ જ્યારે ડાયરેક્ટર અને એક્ટર તેની મજા લેતા રહ્યા, જ્યારે રેખાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં ત્યારે જઈ અભિનેતા બિસ્વજીતે રેખાને છોડી.

1976થી શરૂ થયો આ સવાલ

1976થી શરૂ થયો આ સવાલ

આ સવાલ 1976થી ત્યારે શરૂ થયો જ્યારે અભિનેતા ઋષિ કપૂર અને નીતૂ સિંહના લગ્નમાં રેખા માંગમાં સિંદૂર ભરી બિલકુલ એક પરિણિત મહિલાની જેમ પહોંચી ગઈ. અફવા ફેલાવવા લાગી કે રેખાએ અને અમિતાભ બચ્ચને છાનામાના લગ્ન કરી લીધા જો કે રેખાએ આ મામલે ક્યારેય કંઈ ન કહ્યું પરંતુ કેટલાક વર્ષો પહેલા એક ઈન્ટર્વ્યૂમાં રેખાએ કહ્યું હતું કે તે જે જગ્યાએથી આવે છે ત્યાં મહિલાઓ અને છોકરીએ સિંદૂર ફેશનની જેમ લગાવે છે પરંતુ તેની આ વાતનો આજ સુધી કોઈને વિશ્વાસ ન આવ્યો.

રહસ્યમયી રેખા

રહસ્યમયી રેખા

રેખાના લગ્ન, રિલેશનશિપ, અમિતાભ સાથે તેના સંબંધ, ઈન્ટર્વ્યૂથી દૂર રહેવું, તેને ઘણા રહસ્યમયી બનાવે છે, હાલ આમાં કોઈને શક નથી કે રેખા અફલાતૂન છે અને સિને પડદાની રેખા ઉમરાવ જાન બહુમૂલ્ય અદાકાર છે, જેમની એક્ટિંગ પર આખા દેશને ગર્વ છે. સિને કૈનવલની આ સુંદર મલ્લિકાને વનઈન્ડિયા પરિવાર પણ જન્મદિવસની શુભકામના પાઠવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X