For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંગના રનોતની 48 કરોડની મુંબઈ ઑફિસ બીએમસીએ કરી સીલ, ગેરકાયદે નિર્માણની નોટિસ

કંગના રનોત અને શિવસેના વચ્ચે ચાલી રહેલ ઘમાસાણ દરમિયાન બીએમસીએ મુંબઈ ઑફિસને સીલ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

બૉલિવુડ અભિનેત્રી કંગના રનોત અને શિવસેના વચ્ચે ચાલી રહેલ ઘમાસાણ દરમિયાન બીએમસીએ મુંબઈ ઑફિસને સીલ કરી દીધી છે. કંગનાની ઑફિસની બહાર ગેરકાયદે નિર્માણની નોટિસ ચિપકાવી દેવામાં આવી છે. સાથે જ 354એ નિયમ હેઠળ આને ગેરકાયદે ગણવામાં આવ્યુ છે. બીએમસીનુ કહેવુ છે કે કંગનાએ નિયમોનુ ઉલ્લંઘન કર્યુ છે. તમને જણાવી દઈએ કે સોમવારે કંગના રનોતે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને શંકા વ્યક્ત કરી હતી કે તેની ઑફિસ બીએમસી દ્વારા તોડવામાં આવી શકેછે. ત્યારબાદ આજે તેની ઑફિસ સીલ કરી દેવામાં આવી છે.

કંગનાએ નિયમોનુ કર્યુ ઉલ્લંઘન

કંગનાએ નિયમોનુ કર્યુ ઉલ્લંઘન

કંગના રનોતની ઑફિસની બહાર બીએમસી દ્વારા લગાવવામાં આવેલ નોટિસમાં જણાવવામાં આવ્યુ છે કે આ ઑફિસ મુંબઈ મહાનગરપાલિકાના નિયમ 35એ મુજબ નથી. બીએમસીની માનીએ તો કંગના રનોતની ઑફિસ ગેરકાયદે રીતે બનાવવામાં આવી છે. બીએમસીનુ માનવુ છે કે કંગનાની ઑફિસમાં અલગ રીતે પાર્ટિશન કરવામાં આવ્યુ છે. આ ઑફિસના બાલ્કની એરિયાનો રૂમની જેમ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બધુ નિયમો હેઠળ નથી આવતા.

ઑફિસ તેમજ સ્ટુડિયોની કિંમત 48 કરોડ રૂપિયા

ઑફિસ તેમજ સ્ટુડિયોની કિંમત 48 કરોડ રૂપિયા

બીએમસી દ્વારા પોઈન્ટ્સમાં જણાવવામાં આવ્યુ છે કે કેવી રીતે આ ગેરકાયદે નિર્માણ છે.
1. નક્કી માપદંડોના હિસાબથી નિર્માણ નથી કરાવવામાં આવ્યુ.
2. બાલ્કની એરિયામાં રૂમનુ ખોટુ નિર્માણ કરાવવામાં આવ્યુ છે.
3. ત્રીજા માળના સ્લેબનુ નિર્માણ પણ ખોટુ છે. 3 ઈંચછી વધુ છે.
કંગનાની આ ઑફિસ મુંબઈના પાલી હિલ સ્થિત બંગલો નંબર 5માં છે. આ ઑફિસને બનાવવાનુ કામ સેલિબ્રિટી ડિઝાઈનર શબનમ ગુપ્તાએ કર્યુ છે. જણાવવામાં આવે છે કે આ ઑફિસ તેમજ સ્ટુડિયોની કિંમત 48 કરોડ રૂપિયા છે.

15 વર્ષની મહેનત

15 વર્ષની મહેનત

કંગનાએ હાલમાં જ જણાવ્યુ હતુ કે તેના 15 વર્ષના સપના અને મહેનતથી આ ઑફિસ બની હતી. જેને હવે તોડવામાં આવી શકે છે. કંગનાએ સોમવારે ટ્વિટ કરીને અમુક વીડિયો શેર કર્યા જેમાં તેણે કહ્યુ હતુ કે તેની ઑફિસમાં બીએમસીના લોકો બળજબરીથી ઘૂસી આવ્યા છે. તે તેમની ઑફિસ તોડી પણ શકે છે. આ ટ્વિટના એક દિવસ બાદ કંગનાની ઑફિસ સીલ કરી દેવામાં આવી છે.

Y+ સુરક્ષામાં 2 કમાંડો-11 ઑફિસર, ધાકડ થશે કંગનાની એન્ટ્રી!Y+ સુરક્ષામાં 2 કમાંડો-11 ઑફિસર, ધાકડ થશે કંગનાની એન્ટ્રી!

English summary
BMC sealed Kangana's mumbai office and send notice for illegal construction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X