કંગનાએ ઑફિસ તોડવા પર માંગ્યુ હતુ 2 કરોડનુ વળતર, BMCએ કહ્યુ અભિનેત્રી પર લગાવો દંડ
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી કંગના રનૌતની મુંબઈ સ્થિત ઑફિસના કથિત ગેરકાયદે ભાગને પાડવાથી લઈને બૃહદ-મુંબઈ નગર નિગમે બૉમ્બે હાઈકોર્ટમાં આરોપનામુ દાખલ કર્યુ છે. શુક્રવારે(18 સપ્ટેમ્બરે) દાખલ કરેલા પોતાના આરોપનામામાં બીએમસીએ કહ્યુ કે કંગના રનોતને આ વાત માટે વળતર ન મળવુ જોઈએ ઉલટાનુ તેના પર કાયદા પ્રક્રિયાને તોડવા બદલ દંડ લગાવવો જોઈએ. બીએમસીએ સોગંદનામામાં કંગના રનોતની અરજીને ફગાવવાનો અનુરોધ કર્યો છે.

BMCએ કહ્યુ - કંગના રનોત પર કોર્ટ લગાવે દંડ
બીએમસીએ પોતાના આરોપનામામાં કહ્યુ છે કે કંગના રનોતે વળતર રૂપે જે 2 કરોડ રૂપિયાની રકમ માંગી છે, તે કાનૂની પ્રક્રિયાનો દૂરુપયોગ છે. કોર્ટે તેની અરજી પર વિચાર ન કરવો જોઈએ. બીએમસીએ કહ્યુ કે કોર્ટે અભિનિત્રીની અરજી રદ ન કરવી જોઈએ પરંતુ ખોટી અરજી કરવા બદલ કોર્ટે તેની પાસેથી દંડ વસૂલવો જોઈએ. અભિનેત્રી દ્રારા તેમાં માંગવામાં આવેલી રાહત કાનૂની પ્રક્રિયાની વિરુદ્ધ છે.

22 સપ્ટેમ્બરે થશે બીએમસી વિરુદ્ધ કંગના કેસમાં સુનાવણી
9 સપ્ટેમ્બરે મુંબઈના ઉપનગર બાંદ્રાના પાલી હિલમાં સ્થિત કંગના રનોતની ઑફિસમાં ગેરકાયદે નિર્માણનો આરોપ લગાવીને બીએમસીએ તોડફોડ કરી હતી. કંગનાએ ત્યારબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિ એસ જે કથાવાલાની આગેવાનીવાળી ખંડપીઠે એ દિવસે બીએમસીની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. ત્યારબાદ કંગના રનોતે 15 સપ્ટેમ્બરે પોતાની અરજીમાં સુધારો કર્યો અને બીએમસીની કાર્યવાહીને ખોટી ગણાવીને વળતર તરીકે 2 કરોડ રૂપિયાની માંગ કરી. હવે આ કેસમાં આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે છે.

મહારાષ્ટ્ર સરકારની ટીકા બાદ શરૂ થયો બધો વિવાદ
શિવસેના વિ કંગના રનોતનો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે અભિનેત્રીએ કહ્યુ કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તે મુંબઈ જવામાં અસુરક્ષિત અનુભવે છે. જેની શિવસેના નેતા સંજય રાઉતે ટીકા કરીને કહ્યુ કે અભિનેત્રીને ડર લાગતો હોય તો મુંબઈ ન આવે. આના પર કંગનાએ કહ્યુ કે તેને મુંબઈ પીઓકે જેવુ લાગી રહ્યુ છે. ત્યારબાદ સંજય રાઉતે કંગના માટે અપશબ્દ વાપર્યા. ત્યારબાદ કંગનાને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી.
શું ભોજનના સામાન દ્વારા પણ ફેલાય છે કોરોના વાયરસ, જાણો સત્ય