ફરહાન-શિબાનીની મેરેજ પાર્ટીમાં જોવા મળ્યો બોલિવૂડ સુંદરીઓનો બોલ્ડ અંદાજ, જુઓ ફોટો!
અભિનેતા ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે 19 ફેબ્રુઆરીએ ખંડાલા હાઉસમાં ખ્રિસ્તી વિધિ મુજબ લગ્ન કર્યા હતા. આ કપલે ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા.
અભિનેતા ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરે 19 ફેબ્રુઆરીએ ખંડાલા હાઉસમાં ખ્રિસ્તી વિધિ મુજબ લગ્ન કર્યા હતા. આ કપલે ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન પછી ફરહાન અને શિબાનીના મિત્ર ફિલ્મ નિર્માતા રિતેશ સિધવાનીએ કપલ માટે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બી ટાઉનની સુંદરીઓનો બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. કરીના કપૂરથી લઈને દીપિકા પાદુકોણ પાર્ટીમાં બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. પાર્ટીમાં બોલિવૂડની સુંદરીઓ બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે પાર્ટીની થીમ બ્લેક હતી.

ગ્રે હાઈ સ્લિટ ડ્રેસમાં શિબાની દાંડેકર
પાર્ટીમાં શિબાની દાંડેકર ગ્રે કલરના સ્લિટ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે પ્લંગિંગ નેકલાઇન આઉટ સાથે મિનિમલ મેકઅપ કર્યો છે. ઇયરિંગ્સ અને ટોપ હેર બન તેના દેખાવને સુંદર બનાવી રહ્યો છે.

બ્લેક ડ્રેસમાં કરીના કપૂર
કરીના કપૂરના બોલ્ડ લુકે બધાની નજર ખેંચી લીધી હતી. અભિનેત્રી પાર્ટીમાં ટાઈટ બ્લેક શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી. કરીના કપૂરની આ સ્ટાઇલ સૌથી ખાસ હતી. કરીના કપૂર વન-શોલ્ડર ડ્રેસમાં તેના ફિગરને જોરદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળી.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ બોડીકોન ડ્રેસમાં અદભૂત લાગી રહી છે. અભિનેત્રીએ ટાઈટ ડ્રેસ સાથે હળવો મેકઅપ પહેર્યો છે. સિલ્વર લોંગ ઈયરિંગ્સ અને લો બન હેરસ્ટાઈલમાં દીપિકાનો લુક એકદમ કૂલ લાગે છે. દીપિકાએ આઉટફિટ સાથે મેચિંગ હીલ્સ કેરી કરીને પોતાનો લુક પૂરો કર્યો છે.

તારા સુતરીયા
પાર્ટીમાં તારા સુતરિયા તેના ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. બ્લેક શિમરી આઉટફિટમાં તારા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેને ન્યૂડ લિપ્સ અને કોપર સ્મોકી આઈ મેકઅપ સાથે બ્લેક આઉટફિટ પહેર્યો છે. તે તેના બોયફ્રેન્ડ આદર જૈન સાથે પાર્ટીમાં જોવા મળી હતી.

મલાઈકા અરોરા
મલાઈકા અરોરાનો બોલ્ડ લુક તમામ અભિનેત્રીઓ પર ભારે જોવા મળી રહ્યો છે. મલાઈકા અરોરા હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. વન સોલ્ડર આઉટફિટ સાથે મલાઈકાએ ન્યૂઝ લિપ્સ, સ્મોકી આઈ મેકઅપ અને પોનીટેલ હેરસ્ટાઈલ બનાવી છે.

અનન્યા પાંડે
પાર્ટીમાં બી ટાઉનની ટોપ એક્ટ્રેસ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. અનન્યા પાંડે બ્લેક શોર્ટ ડ્રેસ અને રેડ લિપસ્ટિકમાં સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ શોર્ટ ડ્રેસ સાથે બન હેરસ્ટાઈલ કેરી કરી
છે.

સુહાના ખાન
પાર્ટીમાં શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. સુહાના ખાન સિમ્પલ ઑફ શોલ્ડર જમ્પસૂટમાં અદભૂત લાગી રહી છે. સુહાનાએ બ્લેક આઉટફિટ સાથે ગ્લોસી મેકઅપ અને વેવી પોનીટેલ હેરસ્ટાઈલ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
