બૉલીવુડના જાણીતા એક્ટર આસિફ બસરાએ કર્યો આપઘાત
બૉલીવુડના જાણીતા એક્ટર આસિફ બસરાએ કર્યો આપઘાત
ધર્મશાળાઃ બૉલીવુડથી વધુ એક દુખદ સમાચાર મળી રહ્યા છે. જાણીતા એક્ટર આસિફ બસરાએ આપઘાત કરી લીધો. હિમાચલ પ્રદેશના કાંગડ જિલ્લાના ધર્મશાળામાં એક કેફે પાસે તેમમે આપઘાત કરી લીધો છે. ધર્મશાલા-મૈક્લોડગંજ રોડ પર તેઓ ગત પાંચ વર્ષ ભાડાના મકાનમાં રહી રહ્યા હતા. તેમની સાથે તેમની મહિલા મિત્ર પણ રહેતી હતી જે વિદેશી મૂળની છે. જો કે બસરાએ કયા કારણસર આપઘાત કર્યો તે હજી જાણી શકાયું નથી. કાંગડાના એસપી વિમુક્ત રંજને ઘટનાની પુષ્ટિ કરી છે.

સૂચના મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ. પોલીસે મૃતદેહને કબ્જામાં લઈ તપાસ શરૂ કરી દીધી. પોલીસને તપાસ દરમ્યાન આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાય તેવી એકેય વસ્તુ નથી મળી. પોલીસે જણાવ્યું કે ગુરુવારે બપોરે આસિફે પોતાના પાળતુ કુતરાની ચેનથી ફાંસી લગાવી લીધી. પ્રાથમિક તપાસ અને પુછપરછમાં જે વાતો સાે આવી છે તે મુજબ આસિફ ડિપ્રેશનમાં હતા અને કેટલાય દિવસથી એકલા રહેતા હતા.
જણાવી દઈએ કે આસિફ બસરાનું નામ ટીવી જગતમાં પણ ઘણું પ્રસિદ્ધ છે. તેઓ કેટલીય બૉલીવુડ ફિલ્મ પરજાનિયાં, બ્લેક ફ્રાઈડે ઉપરાંત હૉલીવુડની મૂવી આઉટસોર્સમાં પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત બસરા હિમાચલી ફિલ્મ સાંઝમાં પણ પોતાના કેરેક્ટર માટે ઓળખાય છે. આ ઉપરાંત ઈમરાન હાશિમીની ફિલ્મ વન્સ ઑપોન એ ટાઈમ ઈન મુંબઈમાં પણ તેમમે ઈમરાનના પિતાનો રોલ નિભાવ્યો હતો.












Click it and Unblock the Notifications
