સલમાન ખાનના મિત્ર ઇન્દર કુમારનું થયું નિધન

Written By:
Subscribe to Oneindia News

બોલીવુડની અનેક ફિલ્મોમાં પોતાની અભિનય કલાથી જાણીતા અને સલમાનના મિત્ર ઈન્દરકુમારનું 43 વર્ષની ઉંમરે હાર્ડએટેકથી મૃત્યુ થયું છે. 28 જુલાઇના રોજ મુંબઈમાં આવેલા તેમના ઘરમાંથી બેભાન હાલતે ઇન્દર કુમાર મળી આવ્યા હતા. ત્યાર બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પાછળથી પોસ્ટમોર્ટમ થતા મોતનું કારણ હાર્ડએટક જણાવવા મળ્યું હતુ. મળતી માહિતી અનુસાર ઈન્દરકુમાર હાલ તેમની આવનારી ફિલ્મમાં વ્યસ્ત હતા. 60-70ના દાયકાના આ સ્ટારે બોલીવૂડમાં અનેક ફિલ્મો આપી છે પણ સફળતા મેળવી નહતા શક્યા.

indar kumar

ઉલ્લેખનીય છે કે ઈન્દરકુમારે બોલીવુડની અનેક જાણીતી ફિલ્મો કરી તેમાંથી સલમાન ખાન સાથે ''તુમકો ના ભૂલ પાયેગે'', ''વોન્ટેડ'' અને અક્ષયકુમાર સાથે ''ખિલાડીયો કા ખિલાડી'' યાદગાર ફિલ્મો રહી છે. સાથે જ તેમણે સિરીયલોમાં પણ હાથ અજમાયો હતો પણ તેમાં પણ તેમને સફળતા નહતી મળી. ત્યારે તેમની મૃત્યુથી બોલીવૂડ શોકમય બન્યું છે.

English summary
Bollywood actor Inder Kumar passed away.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.