સલમાન ખાનના 'વોન્ટેડ' કો-સ્ટાર ઇંદર કુમારનું નિધન

Written By:
Subscribe to Oneindia News

અનેક હિંદી ફિલ્મોમાં સપોર્ટિવ રોલમાં જોવા મળેલ બોલિવૂડ એક્ટર ઇંદર કુમારનું ગુરૂવારે રાત્રે મૃત્યુ થયું હતું. ગુરૂવારે રાત્રે 2 વાગ્યે ઊંઘમાં જ તેમને હાર્ટ એટેક આવતાં તેમનું મૃત્યુ થયુ હતું. આ 45 વર્ષીય એક્ટર એ સમયે પોતાના અંધેરી સ્થિત બંગલામાં હતા. ઇંદર કુમારે લગભગ 20 જેટલી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું.

અપકમિંગ ફિલ્મની તૈયારી

અપકમિંગ ફિલ્મની તૈયારી

એક્ટર હાલ પોતાની આગામી ફિલ્મ 'ફટી પડી હે ના યાર'નું શૂટિંગ કરી રહ્યાં હતા, પરંતુ નસીબમાં કંઇ બીજું જ લખાયું હતું. ઇંદર કુમારને અચાનક હાર્ટ એટેક આવતા અનેકને આશ્ચર્ય થયું છે.

સલમાન સાથે કર્યું છે કામ

સલમાન સાથે કર્યું છે કામ

એક્ટર ઇંદર કુમાર સલમાન ખાનની અનેક ફિલ્મોમાં જોવા મળ્યાં છે. 'વોન્ટેડ', 'તુમકો ના ભૂલ પાયેંગે', 'કહીં પ્યાર ના હો જાયે', 'હથિયાર', 'ગજગામીનિ' જેવી અનેક ફિલ્મોમાં તેમણે કામ કર્યું હતું. ઇંદર કુમારે બોલિવૂડમાં વર્ષ 1996માં આવેલ ફિલ્મ 'માસૂમ' દ્વારા પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મમાં તે લીડ રોલમાં હતા અને તેમની સાથે આયેશા ઝુલ્કા જોવા મળી હતી.

ટેલિવિઝનનો પણ જાણીતો ચહેરો

ટેલિવિઝનનો પણ જાણીતો ચહેરો

ઇંદર કુમાર મોટા અને નાના બંન્ને પડદે જાણીતો ચહેરો હતા. તેમણે થોડા સમય માટે 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'માં મિહિર વિરાણી તરીકે પણ કામ કર્યું હતું, ત્યાર બાદ આ રોલમાં અમર ઉપાધ્યાય જોવા મળ્યા હતા. ટેલિવિઝન દુનિયાનું આ સૌથી યાદગાર પાત્ર છે. આ સિવાય તેઓ 'ફિઅર ફાઇલ્સ' નામના શોમાં પણ જોવા મળ્યા હતા.

રવિના ટંડને વ્યક્ત કર્યું દુઃખ

એક્ટ્રેસ રવિના ટંડને ઇંદર કુમારના અચાનક થયેલ મૃત્યુ અંગે શોક જાહેર કર્યો છે. તેણે ટ્વીટ કરતાં લખ્યું છે, ઘણી નાની ઉંમરમાં મૃત્યુ થયું, મેં તેમની સાથે ફિલ્મ 'ખેલાડીઓં કા ખેલાડી'માં કામ કર્યું હતું. ભગવાન તેમના પરિવારને શક્તિ આપે. આ સિવાય અભિષેક બચ્ચન, અનુપમ ખેર જેવા સ્ટાર્સે પણ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે.

English summary
Bollywood actor Inder Kumar passes away.
Please Wait while comments are loading...