પૈસાની તંગી વેઠી રહેલા આ ખલનાયકની દર્દનાક મૌત, ઘરમાં લાશ મળી
બોલિવૂડના ખલનાયક મહેશ આનંદની અચાનક મૌત થઇ ચુકી છે. લાંબા સમયથી ફિલ્મોમાં કામ નહીં મળવાને કારણે મહેશ આનંદ પરેશાન હતા.
બોલિવૂડના ખલનાયક મહેશ આનંદની અચાનક મૌત થઇ ચુકી છે. લાંબા સમયથી ફિલ્મોમાં કામ નહીં મળવાને કારણે મહેશ આનંદ પરેશાન હતા. ઘણા વર્ષોથી તેઓ પોતાની પત્ની અને પરિવારથી અલગ રહી રહ્યા હતા. શનિવારે પોલીસને તેમના અંધેરી સ્થિત ઘરમાં તેમની લાશ મળી આવી છે.

મહેશ આનંદ ઘણા વર્ષોથી બેરોજગાર હતા. પોલીસને તેમની લાશ સડેલી અવસ્થામાં મળી આવી છે. પોલીસ અનુસાર તેમની મૌત બે દિવસ પહેલા જ થઇ ચુકી હતી. મૌતનું કારણ અને તેનો સમય જાણવા માટે તેમની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે.
આપણે જણાવી દઈએ કે મહેશ આનંદે વર્ષ 1980 અને 1990 દશકમાં ઘણી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા નીભાવી હતી. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી તેમની પાસે કોઈ કામ ના હતું. તેઓ ગંભીર આર્થિક સ્થિતિથી પસાર થઇ રહ્યા હતા. તેમની પત્ની પણ તેમને છોડીને ચાલી ગઈ હતી. તેમને છેલ્લી વાર આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ રંગીલા રાજામાં જોવા મળ્યા હતા.
મહેશ આનંદે કુરુક્ષેત્ર, ફૂલી નંબર 1, વિજેતા, શહેનશાહ જેવી હિટ ફિલ્મો કરી છે. તેમને ધર્મેન્દ્ર, સની દેઓલ, અમિતાભ બચ્ચન, ગોવિંદા અને સંજય દત્ત જેવા સ્ટાર સાથે કામ કર્યું છે. મહેશ આનંદની મૌત પર શક્તિ કપૂરે જણાવ્યું કે કામ નહીં મળવાને કારણે તેઓ ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા. તેઓ ખુબ જ વધારે દારૂ પીવા લાગ્યા હતા.












Click it and Unblock the Notifications
