રણબીર મુશ્કેલીમાં, ઘર ખાલી કરાવવા અંગે મહિલાએ કર્યો 50 લાખનો કેસ

હાલમાં રિલીઝ થયેલી ‘સંજૂ' ની સક્સેસ એન્જોય કરી રહેલા રણબીર કપૂર કાયદાની જાળમાં ફસાઈ ગયો છે.

હાલમાં રિલીઝ થયેલી 'સંજૂ' ની સક્સેસ એન્જોય કરી રહેલ રણબીર કપૂર કાયદાની જાળમાં ફસાઈ ગયો છે. રણબીર પર તેની ભાડુઆતે 50 લાખનો કેસ કર્યો છે. રણબીર પૂણેમાં એક પૉશ એપાર્ટમેન્ટનો માલિક છે જે તેણે ભાડે આપ્યો છે. આ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ અભિનેતા પર 50 લાખનો કેસ કર્યો છે. મહિલાનો આરોપ છે કે રણબીરે રેન્ટ એગ્રીમેન્ટના નિયમોનું પાલન કર્યુ નથી અને તેને સમય પહેલા ઘર ખાલી કરવાનું કહી દીધુ. અભિનેતાએ પોતાના પર લાગેલા બધા આરોપોનો ઈનકાર કર્યો છે.

નિર્ધારિત સમય પહેલા ખાલી કરાવ્યુ ઘર ?

નિર્ધારિત સમય પહેલા ખાલી કરાવ્યુ ઘર ?

અભિનેતા રણબીર કપૂરનું કલ્યાણીનગરમાં બનેલા ટ્રમ્પ ટાવરમાં એક એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટને રણબીર કપૂરે એક મહિલાનો શીતલ સૂર્યવંશીને ભાડે આપ્યુ હતુ. શીતલ સૂર્યવંશીનો આરોપ છે કે તેને અચાનક આ ઘર ખાલી કરવા માટે કહી દેવામાં આવ્યુ. શીતલે અભિનેતા પર આરોપ લગાવ્યો કે તેમણે રેન્ટ એગ્રીમેન્ટની શરતોનું પાલન નથી કર્યુ અને સમય પહેલા જ એપાર્ટમેન્ટ ખાલી કરાવી દીધુ. ભાડુઆત શીતલનું કહેવુ છે કે તેમનો રેન્ટ એગ્રીમેન્ટ ખતમ થવામાં હજુ થોડો સમય બાકી હતો.

રણબીર કપૂરે આરોપોનો કર્યો ઈનકાર

રણબીર કપૂરે આરોપોનો કર્યો ઈનકાર

આ મામલો હવે પૂણેની સિવિલ કોર્ટમા પહોંચી ગયો છે. શીતલે રણબીર પર 50 લાખ રૂપિયાનો કેસ કર્યો છે. તેણે 50 લાખ સાથે 1.08 લાખ રૂપિયાના વ્યાજની પણ માંગ કરી છે. શીતલનો આરોપ છે કે ઘર ખાલી કરાવવાના કારણે તેને અને તેના પરિવારને ઘણુ સહન કરવુ પડ્યુ છે. એક તરફ શીતલે રણબીર પર ગંભીર આરોપો લગાવ્યા છે ત્યાં બીજી તરફ અભિનેતાએ આ બધા આરોપોનો ઈનકાર કર્યો છે. રણબીરે કહ્યુ કે શીતલને સમય પહેલા ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યુ નથી, તેમણે પોતાની મરજીથી ઘર ખાલી કર્યુ છે.

‘મહિલાએ પોતાની મરજીથી ખાલી કર્યુ ઘર'

‘મહિલાએ પોતાની મરજીથી ખાલી કર્યુ ઘર'

રણબીરે શીતલ પર આરોપ લગાવ્યો કે તેમણે 3 મહિનાનું ભાડુ પણ આપ્યુ નથી જે તેમના ડિપોઝીટમાંથી કાપવામાં આવશે. કોર્ટે આ કેસની આગામી સુનાવણી માટે 28 ઓગસ્ટની તારીખ આપી છે. રણબીર કપૂરની વાત કરીએ તો હાલમાં બલ્ગારિયામાં આલિયા ભટ્ટ સાથે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર' નું શૂટિંગ કરી રહ્યા છે. તેમની હાલમાં રિલીઝ ફિલ્મ ‘સંજૂ' બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થઈ. ફિલ્મ ભારતમાં 300 કરોડ અને વર્લ્ડવાઈડ 500 કરોડનો વેપાર કર્યો છે.

પડદા પર બ્લોક બસ્ટર સાબિત થઈ ‘સંજૂ'

પડદા પર બ્લોક બસ્ટર સાબિત થઈ ‘સંજૂ'

આ ઉપરાંત રણબીર યશરાજની ફિલ્મ શમશેરા અને લવ રંજનની અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે. રણબીર હાલમાં પોતાની પર્સનલ લાઈફ અંગે ચર્ચામાં છે. આલિયા ભટ્ટ સાથે તેના રોમાન્સના સમાચારો હાલમાં ચર્ચામાં છે. રણબીર અને આલિયાનો રોમાન્સ બ્રહ્માસ્ત્ર ફિલ્મની શૂટિંગ દરમિયાન શરૂ થયો હતો. બંનેની સાથે આ પહેલી ફિલ્મ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X