SAD: સુપરસ્ટાર વિનોદ ખન્નાનું મુંબઇમાં નિધન
વરિષ્ઠ બોલિવૂડ અભિનેતા વિનોદ ખન્નાનું ગુરુવારે મુંબઇની હોસ્પિટલમાં નિધન થયું હતું. તે લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડિત હતા.
જાણીતા બોલિવૂડ અભિનેતા વિનોદ ખન્ના નું ગુરૂવારે સવારે 11.20 કલાકે નિધન થયું છે. 70 વર્ષીય અભિનેતા લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડિત હતા. તેમને ડિહાઇડ્રેશનની ફરિયાદને કારણે થોડા વખત પહેલાં જ એચએન રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમણે ગુરૂવારે મુંબઇની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વિનોદ ખન્નાએ બોલિવૂડમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. વર્ષ 1968માં તેમણે બોલિવૂડ ફિલ્મોમાં ઝંપલાવ્યું હતું. તેમણે લગભગ 144 બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટર વિનોદ ખન્ના ગુરૂદાસપુરથી 4 વાર સાંસદ પણ રહી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
