લગ્ન પહેલા ચર્ચિત બનેલા રાની મુખરજીના પ્રેમ પ્રકરણો
બોલીવુડમાં છેલ્લા ઘણા વર્ષોથી જેમના લગ્નની ચર્ચા હતી છેવટે તેઓ લગ્નબંધનમાં બંધાયા છે. રાની મુખરજી અને આદિત્ય ચોપરાએ હાલમાં ઇટાલીમાં પરિવારના નજીકના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા છે. બંગાળી બ્યુટી રાની મુખરજીએ બોલીવુડના જાણીતા દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા સાથેના સંબંધોને ઘણા વર્ષ સુધી છુપાવી રાખ્યા હતા.
હવે રાની મુખરજીમાંથી રાની ચોપડા બની ગયાં છે. રાની ચોપડાનું તેમના પરિવારવાળા અને બોલીવુડના સાથીઓ સ્વાગત કરી રહ્યા છે. તેમના સ્વાગતમાં ઉદય ચોપડા, શાહરૂખ ખાન, કરણ જોહર વગેરેએ જોરદાર તૈયારીઓ કરી છે.
બોલીવુડમાં પોતાની અત્યાર સુધીની કારકિર્દીમાં રાની મુખરજી અનેક મિત્રો બનાવ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવી દુનિયા છે જેમાંથી બદનામ થયા વિના કોઇ પાર ઉતરી શકતું નથી. બોલીવુડમાં નવી આવેલી અભિનેત્રીઓનું નામ કોઇની સાથે જોડાય નહીં તો જ નવાઇ. ફિલ્મોને ચર્ચામાં રાખવા માટેનો આ એક ટ્રેન્ડ બની ગયો છે. આવા જ ટ્રેન્ડમાં રાની મુખરજી પણ બાકાત રહી નથી.
વર્ષોથી રાની મુખરજીનું નામ આદિત્ય ચોપડા સાથે સંકળાયેલું છે. આદિત્યએ પોતાની કોલેજ મિત્ર પાયલ ખન્ના સાથે 2001માં લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ 2008માં પાયલ સાથે છુટાછેડા લઇ લીધા હતા. આ માટે રાની મુખરજી જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. બીજી તરફ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાનીના નામ પણ અનેક અભિનેતાઓ સાથે જોડાતા રહ્યા... વધુ જાણવા આગળ ક્લિક કરો

રાની મુખરજી અને આમિર ખાન
રાની અને આમિર પહેલીવાર ફિલ્મ ગુલામમાં સાથે આવ્યા. ત્યારે બંને વચ્ચે લવ અફેર હોવાની ખબર આવી હતી. આ અંગે બંનેમાંથી એકે કોઇ વાત ક્યારેય કરી નથી.

રાની મુખરજી અને ગોવિંદા
રાની મુખરજી અને ગોવિંદાની જોડી બોક્સ ઓફિસ પર હિટ રહેલી જોડીઓ પૈકી એક છે. જેના કારણે નિર્માતાઓ આ જોડીને વધારે ચાન્સ આપતા હતા. આ કારણે બંનેના લવ અફેર્સની ચર્ચા હતી.

રાની મુખરજી અને શાહિદ કપૂર
શાહિદ કપૂર સાથે દિલ બોલે હડિપ્પામાં રાની મુખરજીએ કામ કર્યું છે. આ ફિલ્મના શુટિંગ દરમિયાન બંને એક બીજાની નજીક આવ્યા હતા.

રાની મુખરજી અને અભિષેક બચ્ચન
મણિરત્નમની ફિલ્મ યુવાના શુટિંગ સમયે અભિષેક અને રાની મુખરજીના લવ અફેરની ખાસ્સી ચર્ચા હતી. કહેવાય છે કે બંગાળી હોવાને કારણે જયા બચ્ચનને અભિષેકની જીવનસાથી તરીકે રાની પસંદ હતી.

રાની મુખરજી અને આદિત્ય ચોપડા
બંગાળી બ્યુટી રાની મુખરજીએ બોલીવુડના જાણીતા દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરા સાથેના સંબંધોને ઘણા વર્ષ સુધી છુપાવી રાખ્યા હતા. આ કારણે રાની જાહેર પ્રસંગોમાં જવાનું ટાળતી હતી. રાની યશરાજ ફિલ્મમાં કામ મેળવતી રહી છે. અને હવે રાની મુખરજી આદિત્ય ચોપડાની જીવનસંગિની બની છે.












Click it and Unblock the Notifications
