નવેમ્બર મેગેઝીન કવર પર છવાઇ ગ્લેમર ગર્લ્સ
નવેમ્બર 2013ના ભારતીય મેગેઝીન પર ઘણી બૉલીવુડ અભિનેત્રીઓના ચહેરા જોવા મળ્યા. જો તમારા ઘરે ફેશન સાથે જોડાયેલા મેગેઝીન આવે છે તો તમને એ વાતનો અંદાજો આવી ગયો હશે કે દર મહીને કવર પેજ પર એક બૉલીવુડ સેલિબ્રિટી નવા પોઝ સાથે જોવા મળે છે. આ મહીને ફેમિના, ઇન્ડિયા ટૂડે અને વુમન હેલ્થ મેગેઝીન ઘણા સુંદર દેખાઇ રહ્યાં છે. આ વખતે અમે એ બૉલીવુડ ગ્લેમર ગર્લ્સ પર નજર નાખી છે, જે આ વખતના નવેમ્બર મહીને કવર પેજ ગર્લ બની છે.
નવેમ્બર મહીનાની કવર ગર્લના રૂપમાં દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, કાજોલ, એશ્વર્યા રાય વિગેરે એ રીતે છવાઇ ગઇ છે કે, જો એકવાર મેગેઝીનના કવરને જોઇ લો તો તેને ખરીદ્યા વગર તમે નહીં રહી શકો. તો ચાલો તસવીરો થકી જોઇએ આ યાદીમાં એવી કઇ કઇ ખાસ અભિનેત્રીઓ અને ગ્લેમર ગર્લ્સ છે જે નવેમ્બર મેગેઝીનના કવર પર છવાઇ છે.

ઇન્ડિયા ટૂડેઃ દીપિકા પાદુકોણ
નવેમ્બર 2013ના અંકમાં દીપિકા પાદુકોણ ઇન્ડિયા ટૂડેની કવર ગર્લ બની છે.

એશિયા સ્પાઃ સાનિયા મિર્ઝા
આ એડીશનમાં સાનિયાએ સ્પોર્ટની વાત નહીં કરીને દીલની વાત કરી છે.

ગ્રેજિયાઃ શ્રુતિ હસન
આ મેગેઝીનમાં શ્રુતિ હસન ફેશન એક્સેસરીઝ અંગે તથા પોતાના વોર્ડરોબને નવો ચેંજ કેવી રીતે આપવો તે અંગે જણાવે છે.

ફેમિનાઃ સોનમ કપૂર
નવેમ્બર મહીનાના ફેમિનાના અંકમાં સોનમે ખુશ રહેવાની કિંમતને સમજાવી છે.

ફિલ્મફેરઃ એશ્વર્યા રાય
આ કવર મેગેઝીનમાં યમ્મી મમ્મી પોતાના બેસ્ટ લુકમાં છે. હેર કર્લ અને ગ્રે ડ્રેસ તેના લુકને વધુ નીખારે છે.

વેર્વઃ એમી જેક્શન
એમી જેક્શન દેખાવે ઘણી સુંદર છે અને તેની સુંદરતાના ઘણા દિવાના છે. આ વખતે વેર્વ મેગેઝીનની કવર ગર્લ એમી જ છે.

હેલોઃ કાજોલ
હેલો મેગેઝીનની કવર ગર્લ બની છે કાજોલ. જે દેખાવે ફીટ અને સિંપલ છે.

હર્પર બજારઃ ચિત્રાંગ્દા સિંહ
ચિત્રાંગ્દા સિંહ માત્ર દેખાવે સુંદર જ નથી પરંતુ હાલ તેણે જે ડ્રેસ પહેર્યો છે, તે ડ્રેસ હોલીવુડ અભિનેત્રી જેનિફર લોરેંસે પહેર્યો હતો, તેથી કહીં શકાય કે, તે હોલીવુડને પણ ટક્કર આપવાની ક્ષમતા ધરાવે છે.

એલીઃ ડાયના પેંટી
એલીના કવર પેજ પર ડાઇના દેખવે કોઇ સુપર મોડલથી ઓછી લાગતી નથી.

ગ્રેજિયાઃ સોનાક્ષી સિંહા
ગ્રેજિયા મેગેઝીનના કવર પર સોનાક્ષી એટલા માટે છે, કારણ કે તે દેખાવે સુંદર છે અને પોતાની મુસ્કાનથી તે કોઇને પણ સહેલાયથી લુભાવી શકે છે.












Click it and Unblock the Notifications
