બીજા દિવસે પણ સલમાનને મળવા માટે બોલીવૂડનો જમાવડો

"વિપત પડેને ખડે પગે આવીને ઊભો રહે તેનું નામ સાચો મિત્ર". કંઇક આવું જ આજે જોવા મળ્યું જ્યારે બોલીવૂડનો લોક લાડીલો અભિનેતા સલમાન ખાન તેની ઝગમગાતી જીવનશૈલી છોડીને જેલની સળિયા પાછળ જવાની તૈયારીમાં છે ત્યારે.

સલમાન ખાન તેના રમૂજી અને માનવતાવાદી સ્વભાવના કારણે બોલીવૂડમાં ખૂબ જ પ્રખ્યાત છે તે વાત સૌ કોઇ જાણે છે. વધુમાં સલમાન ખાન એક એવો સ્ટાર છે જેણે અનેક લોકોને ફિલ્મ લાઇનમાં લાવવા અને ટકાવી રાખવામાં મદદ કરી છે.

ત્યારે આજે જ્યારે સલમાનને પાંચ વર્ષની સજા થઇ છે અને ઇદ પર પણ સલમાન ખાન જેલમાં જ હશે તેવી શક્યતા વધી રહી છે ત્યારે બોલીવૂડ તેના અને તેના પરિવારને ભાવનાત્મક સાંત્વના આપવા અને સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટ ખાતે ઉમટી પડ્યું હતું.

ત્યારે કયા કયા સ્ટારે અત્યાર સુધીમાં સલમાન ખાનને મળવા ગયા હતા તે જુઓ આ ફોટો સ્લાઇડરમાં.

આમીર ખાન મળ્યો સલમાનને

આમીર ખાન મળ્યો સલમાનને

"અંદાજે અપના અપના" જેવી હિટ ફિલ્મો આપનાર સલમાન આમિરની જોડીએ આ દુખની પરિસ્થિતિમાં પણ સાથે હતી. આમીર સલમાનના ઘરે પહોંચી તેને ભેટી પડ્યા.

આમીરે સલમાનની માંને કહ્યું

આમીરે સલમાનની માંને કહ્યું "હું બેઠો છું"

સલમાન ખાનને જ્યારથી કોર્ટે દોષી કરાર કર્યો છે ત્યારથી સલમાન ખાનની માતાની તબિયત ખરાબ છે. ત્યારે આમિરે સલમાનની માને કહ્યું કે "તમારો એક દીકરો ગયો છે પણ બીજો દીકરો બેઠો છે. તો હિંમત ના હારો"

ગંભીર દેખાયો સલમાન

ગંભીર દેખાયો સલમાન

આ કેસ બાદ સલમાન થોડા સમય માટે ભાગ્યેજ બહાર જોવા મળ્યો પણ આમીરની મૂકવા આવેલા સલમાને છેવટે લોકોને પોતાનો ચહેરા બતાવ્યો ખરો. સલમાન આ વખતે ગંભીર અને ચિંતિત દેખાતા હતા.

રિતિક રોશન

રિતિક રોશન

વધુમાં સલમાનથી ફિઝિકલ અને એક્ટીંગની ટ્રેનિંગ લેનાર બોલીવૂડ સ્ટાર રિતિક રોશન પણ આવીને સલમાન ખાનને મળી ગયા.

સુભાષ ધાઇ

સુભાષ ધાઇ

બોલીવૂડના જાણીતા ડાયરેક્ટર સુભાષ ધાઇ પણ સલમાન ખાનને મળવા તેમના ઘરે ગયા હતા

વરુણ ધવન

વરુણ ધવન

વરુણ ધવન સલમાન ખાનના ફેન છે ત્યારે તે પણ સલમાનને મળવા ગયા હતા.

રણવિજય સિંહ

રણવિજય સિંહ

જાણીતા વીજે અને એક્ટર રણવિજય સિંહ પણ સલમાન ખાનના ગેલેક્સી અપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

ગંભીર મુદ્રામાં દેખાતી શ્રદ્ધા કપૂર પણ સલમાન ખાનને મળવા પહોંચી ગઇ હતી.

જૂહી ચાવલા

જૂહી ચાવલા

સલમાનની જૂની મિત્ર એવી જૂહી ચાવલા પણ સલમાનને મળવા પહોંચી હતી.

વહીદા રહેમાન

વહીદા રહેમાન

વહીદા રહેમાન જ્યારે સલમાનને વાલથી ગળે લગાડ્યો ત્યારે સલમાન પણ ગળગળો થઇ ગયો હતો

કરીના અને કરિશ્મા કપૂર

કરીના અને કરિશ્મા કપૂર

કરીના અને કરિશ્મા કપૂર, આ બન્ને બહેનાએ સલમાન ખાન સાથે અનેક હીટ ફિલ્મો કરી છે ત્યારે તે પણ સલમાન ખાનને મળવા ગઇ હતી.

અનૂ કપૂર

અનૂ કપૂર

જાણીતા ગાયક અને કમ્પોઝર અનુ કપૂર પણ સલમાનને મળવા દોડી ગયા હતા

ગોવિંદા

ગોવિંદા

ગોવિંદા અને સલમાન ખાન છે ખૂબ જ સારા મિત્રો તેમણે સાથે અનેક હીટ કોમેડી ફિલ્મો આપી છે ત્યારે પોતાના યારને મળવા ગોવિંદા પહોંચી ગયા હતા.

સૌફિયા ચૌધરી

સૌફિયા ચૌધરી

જાણીતી ગાયિકા સૌફિયા ચૌધરી પણ સલમાનની બહુ મોટી ફેન છે તે પણ સલમાનને મળી હતી.

અમિષા પટેલ

અમિષા પટેલ

અમિષા પટેલ પણ મળી હતી સલમાન ખાનને

મલ્લિકા અરોરા ખાન

મલ્લિકા અરોરા ખાન

મલ્લિકા પણ બીજા દિવસે સલમાન ખાનના ઘરે દેખાઇ હતી

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

સોનાક્ષી પણ બીજા દિવસે સલમાન ખાનને મળવા આવી હતી.

સંજય કપૂર

સંજય કપૂર

એક્ટર અને ડાયરેક્ટર સંજય કપૂર પણ સલમાન ખાનને મળવા પહોંચી ગયો હતો.

સલમાનના ફેન્સ

સલમાનના ફેન્સ

આ બધા બોલિવૂડ સેલેબ્રિટીની વચ્ચે સલમાન ખાનના હજારો ચાહકો પણ સલમાનના ઘરની સામે દિવસ રાત ઊભા રહીને તેમના લાડિલા સ્ટારને મોરલ સપોર્ટ આપી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X