જુઓ બૉલીવુડ હસ્તીઓના Emotional Moments!
મુંબઈ, 6 જૂન : બૉલીવુડ સેલિબ્રિટીઓને આપણે મોટાભાગે રૂપેરી પડદા ઉપર જેવા દેખાય છે, તેવા જ જાણીએ છીએ. મોટાભાગની સેલિબ્રિટીઓ વિશે આપણી ધારણા તેમની રીલ લાઇફ જેવી જ હોય છે, પરંતુ હકીકતમાં પડદા ઉપર સખત દેખાતો હીરો વ્યક્તિગત જીવન એટલે કે રીયલ લાઇફમાં કોમળ હૃદય પણ હોઈ શકે છે.
બૉલીવુડ સેલિબ્રિટીઓ અંગે લોકોને તેમની ફિલ્મોના આધારે જ માહિતી મળતી રહેતી હોય છે અને એટલે જ લોકોને તેમના વ્યક્તિગત જીવન વિશે જાણવા માટે ખાસ તાલાવેલી હોય છે. પડદા ઉપર કઠોર દેખાતા મોટાભાગના હીરો રીયલ લાઇફમાં કોમળ હૃદય ધરાવે છે. અનેક કલાકારો ખૂબ જ લાગણીશીલ પણ હોય છે.
ચાલો આજે આપને બતાવીએ સેલિબ્રિટીઓની એવી તસવીરો કે જે લાગણીશીલ પળોમાં ઝડપવામાં આવી છે :

અભિષેક બચ્ચન
બિગ બીના પુત્ર અભિષેક બચ્ચન ગુરુ ફિલ્મ માટે મળેલ એક ઍવૉર્ડ દરમિયાન રડી પડ્યા હતાં.

રણવીર સિંહ
બૉલીવુડ એક્ટર રણવીર સિંહ 17મા સ્ટાર સ્ક્રીન ઍવૉર્ડ્સ પ્રસંગે રડી પડ્યા હતાં, કારણ કે તેમને તેમના જીવનનો પહેલો ઍવૉર્ડ મળ્યો હતો.

સલમાન ખાન
સલમાન ખાન ડાન્સ ઇન્ડિયા ડાન્સના સેટ ઉપર તે વખતે રડી પડ્યા હતાં કે જ્યારે સ્પર્ધકો મનન અને સુમેધે સલમાનના એક એવા જૂના ગીત ઉપર પરફૉર્મ કર્યું કે જે ગીતે સલમાનને ચોક બનાવ્યો હતો.

આમિર ખાન
સત્યમેવ જયતે ફિલ્મના પહેલા એપિસોડના શૂટિંગ દરમિયાન આમિર ખાન લાગણીશીલ બની ગયા હતાં.

આલિયા ભટ્ટ
બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાઈવે ફિલ્મના ટ્રેલર લૉન્ચિંગ દરમિયાન લાગણીશીલ બની ગયા હતાં અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતાં.

દીપિકા પાદુકોણે
દીપિકા પાદુકોણે એક ઍવૉર્ડ ફંક્શનમાં પિતા પ્રકાશ પાદુકોણેના હાથે ઍવૉર્ડ મેળવ્યા બાદ રડમસ થઈ ગયા હતાં.

શિલ્પા શેટ્ટી
બિગ બ્રધરમાં જેડ ગુડીની નસ્લભેદી ટિપ્પણીનો ભોગ બનતાં શિલ્પા શેટ્ટી આમ રડી પડ્યા હતાં.

જયા બચ્ચન
દિલ્હી ગૅંગ રેપની પીડિતા માટે યોજાયેલ પ્રાર્થના સભા દરમિયાન જયા બચ્ચનના આંસુ છલકાઈ આવ્યા હતાં.

સંજય દત્ત
મુંબઈ બૉમ્બ ધડાકા કેસ 1993 માટે કોર્ટના જેલ મોકલવાના આદેશ બાદ સંજય દત્ત જાહેરમાં આમ રડ્યા હતાં અને ભાંગી પડ્યા હતાં.

માધુરી દીક્ષિત
ઝલક દિખલા જાના સેટ પર જ્યારે માધુરી દીક્ષિતના સ્કૂલ-કૉલેજના દિવસોનો વીડિયો દર્શાવાયો, ત્યારે તેઓ ભાવુક બની ગયા હતાં.

ધર્મેન્દ્ર
બૉલીવુડમાં હી મૅન તરીકે ઓળખાતા ધર્મેન્દ્ર ઇન્ડિયાસ ગૉટ ટૅલેંટ રિયલિટી શોમાં જજિંગ કરતાં ઇમોશનલ થઈ ગયા હતાં.

શેખર કપૂર
ઇન્ડિયાસ ગૉટ ટૅલેંટના જ સેટ પર શેખર કપૂર પણ એટલા બધા ઇમોશન થઈ ગયા હતાં કે તેમના આંસુ નિકળી પડ્યા હતાં.

મનીષા કોઈરાલા
કૅંસર સામે ઝઝૂમી સફળતાપૂર્વક વિજય મેળવનાર મનીષા કોઈરાલા એક મૅગેઝીનના કવર અનાવરણ દરમિયાન રડી પડ્યા હતાં કે જ્યારે તેમની રિકવરી વિશે પૂછવામાં આવ્યુ હતું.

કિરણ ખેર
ઇન્ડિયાસ ગૉટ ટૅલેંટ રિયલિટી શોમાં વિકલાંગ બાળકોનું પરફૉર્મન્સ જોઈ કિરણ ખેર કંઇક આવી રીતે ઇમોશનલ થઈ ગયા હતાં.

રાણી મુખર્જી
ફિલ્મ નિર્માતા યશ ચોપરાની કાંસ્ય પ્રતિમાના અનાવરણ પ્રસંગે રાણી મુખર્જી યશજીની યાદમાં જાહેરમાં રડી પડ્યા હતાં. આજે તો રાણી યશજીના પુત્રવધુ બની ચુક્યાં છે.












Click it and Unblock the Notifications
