For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BoysLockerRoom: વાયરલ ચેટથી બૉલિવુડથી ચોંક્યુ, આ રીતે કર્યુ રિએક્ટ

BoysLockerRoomની વાયરલ ચેટથી બૉલિવુડ પણ ચોંકી ગયુ છે. ઘણા સેલેબ્ઝે આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે.

|
Google Oneindia Gujarati News

છેલ્લા અમુક દિવસોથી બૉય્ઝ લૉકર રૂમ મામલો છવાયેલો છે. વાસ્તવમાં આ એક ઈન્સ્ટાગ્રામ ગ્રુપનુ નામ હતુ જેને હવે ડિએક્ટીવેટ કરી દેવામાં આવ્યુ છે. આ ગ્રુપમાં દિલ્લીના સ્કૂુલના છાત્રો શામેલ હતા. આના પર આ છાત્રો અશ્લીલ ચેટ કરતા હતા તેમજ આ ગ્રુપમાં છોકરીઓના ફોટા મૂકીને સામૂહિક દુષ્કર્મ કરવાની વાત પણ કરી રહ્યા હતા. એક ટ્વિટર યુઝરે ગ્રુપના સ્ક્રીનશૉટ લઈને સોશિયલ મીડિયાપર મૂકી દીધા ત્યારબાદ આ સમગ્ર બાબત સામે આવી. આ સમાચારથી બૉલિવુડ પણ ચોંકી ગયુ છે. ઘણા સેલેબ્ઝે આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપી છે.

bollywood

અભિનેત્રી સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ, 'આ કેસ માતાપિતા દ્વારા કરવામાં આવેલી અનદેખીનુ પરિણામ છે. આના માટે માતાપિતાને જવાબદાર ગણવા જોઈએ કે તેમણે પોતાના દીકરાઓને મહિલાઓ અને માણસોનુ સમ્માન કરતા નથી શીખવ્યુ. આ છોકરાઓને પોતાના પર શરમ આવવી જોઈએ.'

આ બાબતે સ્વરા ભાસ્કરે ટ્વિટર પર લખ્યુ, '#boyslockerroom ઝેરીલી મર્દાનગી તરફ આગળ વધતા યુવાનોની કહાની વર્ણવે છે. નાની ઉંમરના છોકરા સગીર છોકરીઓના બળાત્કાર અને ગેંગરેપ કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમના માતાપિતા અને શિક્ષક ઈચ્છે છે કે તેમને બાળક કહેવામાં આવે. બળાત્કારીઓને ફાંસી આપવી પૂરતી નથી. બળાત્કારી વિચાર પણ બદલવા જરૂરી છે.'

વળી, અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ એક ફોટો શેર કર્યો જેમાં તેમણે બૉય્ઝ લૉકર રૂમને સમાજ માટે વાયરસ ગણાવ્યો છે. વળી, ઋચા ચડ્ડાએ કહ્યુ, 'આ એક બહુઆયામી મુશ્કેલી છે. કારણકે આપણી વસ્તી/નૈતિકતાવાદી દેશમાં યૌન શિક્ષા વિશે હજુ પણ દરેક જણ વ્યંગ કરી રહ્યુ છે. કિશોર પૉર્નને સેક્સ એજ્યુકેશન સમજી કન્ફ્યુઝ થઈ રહ્યા છે અને હવે ડેટા પણ ફ્રી છે. આ કેટલુ ખતરનાક છે. મને લાગે છે કે આવનારા પાંચ વર્ષોમાં આ આપણી સામે ફાટશે, જે દુઃખની વાત છે.'

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના કેસ 6 હજારને પાર, 24 કલાકમાં 441 નવા દર્દી, એક દિવસમાં 49 મોતઆ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના કેસ 6 હજારને પાર, 24 કલાકમાં 441 નવા દર્દી, એક દિવસમાં 49 મોત

English summary
bollywood celebs shocked on viral chats of boys locker room sonam kapoor siddhant chaturvedi reacts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X