સલમાન હોય કે શાહરૂખ આ 1 મિનિટનું કામ કરી કમાય છે કરોડો

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડના તમામ સ્ટાર તે પછી શાહરૂખ ખાન હોય કે સલમાન ખાન આ એક મિનિટ કરતા પણ ઓછાનું કામ કરીને કમાય છે લાખો અને કરોડની કમાણી. શું તમને ખબર છે સલમાન ખાનથી શાહરૂખ ખાન જાહેરાતમાં 1 મિનિટથી પણ ઓછી સેકન્ડ માટે કામ કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે. માટે જ તો અમથું કંઇ શાહરૂખ ખાનને ટેલકમ પાવડર વેચવાનો શોખ નથી થતો અને સલમાન ખાનને બિસ્કીટ. ત્યારે જાણો એક નાનકડી એડ કરીને આ સ્ટાર થોડાક જ કલાકોમાં કેટલું કમાઇ લે છે. વિગતવાર જાણો અહીં...

સલમાન ખાન

સલમાન ખાન

તમે સલમાન ખાનને ક્યારેક બિસ્કીટ તો ક્યારેક માઉન્ટેન ડ્યૂ તો ક્યારેક ગંજી વેચતો જોયો હશે. સલમાન ખાન અત્યાર સુધીમાં પેનથી લઇને વિટામિનની ટેબલેટ અને ચશ્મા અને ગોગ્લસ શીખે વેચી ચૂક્યો છે. અને આ માટેની એડ કરવા માટે તેને પ્રત્યેક એડ દીઠ લગભગ 6 થી 7 કરોડની કમાણી મળે છે.

આમિર ખાન

આમિર ખાન

આમ તો મિસ્ટર પરફેક્ટ ખૂબ જ ઓછા વિજ્ઞાપન કરે છે. અને દરેક વિજ્ઞાપન ખૂબ જ સમજી વિચારીને કરે છે. પણ જ્યારે પણ તે કોઇ વિજ્ઞાપનને હાથ લગાવે છે તો તેની સુપર હિટ થવાની ગેરંટી બની જ જાય છે અને બસ આ વાતનું જ આમિર ખાન ચાર્જ કરે છે 5 થી 7 કરોડ, એટલે કે પ્રતિ એડ તે કમાય છે 5 થી 7 કરોડ રૂપિયા.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

શાહરૂખ ખાનને તમે મોટા ભાગે અનેક એડમાં જોયા હશે. દિવાલના રંગથી લઇને ટેલકમ પાવડર, સાબુ, પેન, હોમ ડેકોરેશન કોઇ પણ એડનું નામ લો શાહરૂખનું કોઇને કોઇ કનેક્શન તમને મળી જ જશે. શાહરૂખને એક એડ કરતા 4 થી 5 કરોડ રૂપિયા મળે છે. અને તમે એ જણાવી દઉ કે આ એડનું શૂટિંગ કરવા માટે આ સ્ટાર બે કલાક કે વધુમાં વધુ એક 9 કલાક જેટલો જ ટાઇમ ફાળવે છે. અને તેમાં જ બેઠા બેઠા આટલું કમાઇ જાય છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનને તમામ જાહેરાતો થોડીક હટકે હોય છે. ગમે તે કહો પણ 74 વર્ષ બીગ બીને આજે પણ જાહેરાતોમાં જોવા ગમે છે. વળી તેમની ઉંમર અને બિમારીના કારણે બીગ બી પણ જાહેરાતોને વધુ પ્રાધાન્ય આપે છે. બીગ બીને એક એડ કરવા માટે 3 થી 5 કરોડ રૂપિયા મળે છે.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

તો એડ કરવામાં આપણી બોલીવૂડ હિરોઇનો પણ કંઇ પાછળ નથી તે પણ બોલીવૂડના મેલ એક્ટરોને એડ મામલે જબરો જવાબ આપે છે. દિપીકા જેવી હોલીવૂડ અને બોલીવૂડની એ વન હિરોઇનને 8 કરોડની કમાણી ખાલી એક એડ કરીને મેળવી લે છે.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

તો હવે હોલીવૂડમાં જ સેટલ થયેલી પ્રિયંકા ચોપડાએ પણ તેની જાહેરાતના રેટ વધારી દીધા છે. પહેલા પણ જ્યારે પ્રિયંકા એક એડ કરવાના 7 કરોડ લેતી હતી તેણે હવે એડ કરવા માટે 9 કરોડ જેવો ભાવ કરી દીધો છે તેવી જાણકારી મળી છે.

English summary
Bollywood how much stars earned by doing one advertise? Read here in details.
Please Wait while comments are loading...