સલમાન ખાન વગર અપૂર્ણ છે બૉલીવુડ - કરીના
મુંબઈ, 19 સપ્ટેમ્બર : બૉલીવુડની હીરોઇન કરીનાના તો લાખો દીવાનાં છે, પણ પોતે કરીના પોતાની જાતને સલમાનની પ્રશંસક કહે છે. પોતાની ફિલ્મ હીરોઇનના પ્રમોશન માટે સબ ટીવી ઉપર આવતી સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર પહોંચેલી કરીનાએ સલમાનની તારીફના ઘણાં પુલો બાંધ્યા.

ટુંકમાં જ સલમાન ખાન બૉલીવુડમાં પોતાના 25 વરસ પૂર્ણ કરવા જઈ રહ્યાં છે. આ અંગેના સવાલના જવાબમાં કરીના કપૂર કહે છે કે તેને એ વાતની ખુશી છે કે તેને સલમાન ખાન જેવા ડેમ હેંડસમ સ્ટાર સાથે કામ કરવાની તક મળી.
કરીના કપૂરે જણાવ્યું, ‘સલમાન જેવું કોઈ નથી, સાચુ કહું તો બૉલીવુડ સલમાન વગર અપૂર્ણ છે. મને એ વાતની પણ ખુશી છે કે મેં અને મારી બહેન કરિશ્મા કપૂરે સલમાન સાથે હિટ ફિલ્મો આપી છે.' કરીનાની નજરોમાં સલમાન જ હિન્દી સિનેમાના ટાઇગર છે.
કરીનાની ફિલ્મ હીરોઇન આ શુક્રવારે સ્ક્રીન ઉપર આવી રહી છે. ફિલ્મના દિગ્દર્શક મધુર ભંડારકર છે. ફિલ્મમાં કરીનાની સાથે અર્જુન રામપાલ અને રણદીપ હુડા પણ છે. કરીનાએ ગયા વરસે સલમાન ખાન સાથે એક મોટી હિટ ફિલ્મ બૉડીગાર્ડ આપી હતી.












Click it and Unblock the Notifications
