For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઐશ્વર્યા રાયે ‘જઝ્બા’ સાબિત કરવાની જરૂર નથી... તમે પણ જુઓ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 જાન્યુઆરી : ઐશ્વર્યા રાયનો નવો લુક જોયો? લાગે છે કે તેમના ફૅન્સ આ લુકને જોયા બાદ હવે તેમને રૂપેરી પડદે જોવા વધુ ઉતાવળા અને બેબાકળા થઈ ગયાં હશે.

જોકે ઐશના ફૅન્સને એ બાબતની રાહત છે કે ઐશ ટુંક સમયમાં જ રૂપેરી પડદે જોવા મળવાના છે. તેઓ જઝ્બા ફિલ્મ કરી રહ્યાં છે અને બહુ જલ્દી ફૅન્સને ઐશ્વર્યા રાય મોટા પડદે જોવા મળશે જ.

તામિળ ફિલ્મ ઇરુવર દ્વારા એક્ટિંગ કૅરિયર શરૂ કરનાર ઐશ્વર્યા રાયે બૉલીવુડમાં ઔર પ્યાર હો ગયા તથા આ અબ લૌટ ચલેં જેવી ફ્લૉપ ફિલ્મો સાથે શરુઆત કરી હતી, પરંતુ સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમે ઐશનું બૉલીવુડ કૅરિયર સાતમા આસમાને પહોંચાડી દીધું.

તે પછી ઐશે પાછુ વળીને ન જોયું અને જઝ્બા ફિલ્મ સાથે ભલે તેઓ કમબૅક કરવા જઈ રહ્યા હોય, પરંતુ એવું કંઈ પણ નથી કે ઐશે બૉલીવુડમાં કંઇક સાબિત કરવાનું બાકી છે. જઝ્બા હિટ જાય કે ફ્લૉપ, તેનાથી ઐશના એક્ટિંગ ટૅલેંટ ઉપર કોઈ પ્રશ્નચિહ્ન ન ઉઠાવી શકાય.

ચાલો આપને બતાવીએ ઐશ્વર્યા રાયની ટૅલેંટેડ એક્ટિંગ ધરાવતી 10 ફિલ્મો :

ગુઝારિશ

ગુઝારિશ

2010માં રિલીઝ થયેલી ગુઝારિશ ફિલ્મનું દિગ્દર્શન સંજય લીલા ભાનુશાળીએ કર્યુ હતું. આ રોમાંટિક ફિલ્મમાં હૃતિક રોશન અને ઐશ્વર્યા રાય લીડ રોલમાં હતાં. ફિલ્મનું નિર્માણ પણ એસએલબીએ જ કર્યુ હતું. આ ફિલ્મમાં ઐશના એક્ટિંગ ટૅલેંટના ખૂબ વખાણ થયા હતાં.

સરકાર રાજ

સરકાર રાજ

2008માં રિલીઝ થયેલી ડ્રામાટિક થ્રિલર ફિલ્મ સરકાર રાજનું દિગ્દર્શન રામ ગોપાલ વર્માએ કર્યુહતું. આ સરકારની સિક્વલ હતી. આ બ્લૉક બસ્ટર ફિલ્મ 2008ના કાન્સ તથા ન્યુયૉર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાઈ હતી. સરકાર રાજને એકેડેમી ઑફ મોશન પિક્ચર્સ લાયબ્રૅરીમાં સંગ્રહિત કરવામાં આવી હતી.

જોધા અકબર

જોધા અકબર

જોધા અકબર 2008માં આવેલી એપિક હિસ્ટોરિકલ ફિલ્મ હતી. આશુતોષ ગોવારીકર નિર્મિત-દિગ્દર્શિત જોધા અકબરમાં હૃતિક-ઐશ અને સોનૂ સૂદ લીડ રોલમાં હતાં. આ ફિલ્મ તામિળ અને તેલુગુમાં પણ ડબ કરાઈ હતી.

ગુરુ

ગુરુ

2007માં આવેલી ગુરુ ફિલ્મ ધીરૂભાઈ અંબાણીના જીવન પર આધારિત હતી. મણિરત્નમ દિગ્દર્શિત અને સહ-લિખિત ગુરુ ફિલ્મમાં અભિષેક બચ્ચન, ઐશ, આર માધવન, વિદ્યા બાલન, આર્ય બબ્બર અને મિથુન ચક્રવર્તી લીડ રોલમાં હતાં. આ ફિલ્મમાં પણ ઐશની એક્ટિંગ સૌએ વખાણી હતી.

ધૂમ 2

ધૂમ 2

ધૂમ 2 એક્શન થ્રિલર ફિલમ હતી. સંજય ગઢવી દિગ્દર્શિત અને આદિત્ય ચોપરા-યશ ચોપરા નિર્મિત ધૂમ 2 ફિલ્મ 2006માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં ઉદય ચોપરા, હૃતિક, ઐશ, અભિષેક અને બિપાશા બાસુ લીડ રોલમાં હતાં.

ઉમરાવ જાન

ઉમરાવ જાન

જે પી દત્તા દિગ્દર્શિત ઉમરાવ જાન ફિલ્મમાં અભિષેક-ઐશની જોડી સુપર હિટ રહી હતી. ફિલ્મમાં શબાના આઝમી, સુનીલ શેટ્ટી, દિવ્યા દત્તા, હિમાની શિવપુરી તથા કુલભૂષણ ખરબંદા પણ હતાં.

ચોખેર બાલી

ચોખેર બાલી

રબીન્દ્રનાથ ટાગોરની નવલકથા ચોખેર બાલી પર આધારિત બંગાળી ફિલ્મ ચોખેર બાલી 2003માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ માટે ઐશના ચારે બાજુથી વખાણ થયા હતાં. આ ફિલ્મે નેશનલ ફિલ્મ ઍવૉર્ડ હાસલ કર્યો હતો. આ ફિલ્મ લોકાર્નો ઇંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2003માં પણ નૉમિનેટ થઈ હતી.

દેવદાસ

દેવદાસ

રોમાંટિક ડ્રામા ફિલ્મ દેવદાસ 2002માં આવી હતી. સંજય લીલા ભાનુશાળી દિગ્દર્શિત દેવદાસ શરત ચંદ્ર ચટ્ટોપાધ્યાયની 1917ની નવલકથા પર આધારિત હતી. આ ફિલ્મમાં પણ ઐશના કામના ખૂબ જ વખાણ થયા હતાં. ફિલ્મે ઘણા ઍવૉર્ડ્સ હાસલ કર્યા હતાં.

તાલ

તાલ

મ્યુઝિકલ રોમાંટિક ડ્રામા ફિલ્મ તાલ સુભાષ ઘઈએ બનાવી હતી. રૉબર્ટ એબર્ટે તાલની પોતાના 2005 ઓવરલુક્ડ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદગી કરી હતી. આ ફિલ્મ સફળ રહી હતી.

હમ દિલ દે ચુકે સનમ

હમ દિલ દે ચુકે સનમ

1999માં રિલીઝ થયેલી સંજય લીલા ભાનુશાળી દિગ્દર્શિત હમ દિલ દે ચુકે સનમ સુપર હિટ ફિલ્મ હતી. ફિલ્મની વાર્તા મૈત્રેયી દેવીની બંગાળી નવલકથા ના હન્યતે પર આધારિત હતી.

English summary
Aishwarya Rai Bachchan has done many movies in Bollywood but yet she is more famous for her beauty. Here are 10 movies that proves she can act too...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X