જુઓ તસવીરો : બૉલીવુડ ફિલ્મોના પોસ્ટરોમાં હૉલીવુડની કૉપી!

મુંબઈ, 22 ઑગસ્ટ : એ તો સૌ જાણે છે કે બૉલીવુડની અનેક ફિલ્મો હૉલીવુડથી પ્રેરાયેલી હોય છે, પણ બૉલીવુડ ફિલ્મોના અનેક એવા પોસ્ટર્સ પણ હોય છે કે જે હૉલીવુડ ફિલ્મોના પોસ્ટરોમાંથી ઉઠાવાયેલા હોય છે.
બૉલીવુડ
ના અનેક ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકો હૉલીવુડ ફિલ્મોના આકર્ષક પોસ્ટરોની કૉપી કરે છે અને પોતાની ફિલ્મને હિટ બનાવવી કોશિશ કરે છે. કૉપી કરવાની બાબતમાં કોઈ પણ નિર્માતા-દિગ્દર્શક દૂધના ધોવાયેલા નથી. અચ્છા-અચ્છા નિર્માતા-દિગ્દર્શકો આવી કૉપી કરતા ખચકાતાં નથી.

છેલ્લા એક દશકામાં આવેલી અનેક બૉલીવુડ ફિલ્મો એવી છે કે જેમના પોસ્ટરો હૉલીવુડની કોઇકને કોઇક ફિલ્મના પોસ્ટરમાંથી પ્રેરાયેલા દેખાયાં છે. આવી ફિલ્મોમાં શાહરુખ ખાન અભિનીત રા વન, મલ્લિકા શેરાવત અભિનીત હિસ્સ, ભટ્ટ કૅમ્પની મર્ડર 2 તથા શાહિદ કપૂર તથા સોનમ કપૂર અભિનીત મૌસમ જેવી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.

આવો તસવીરો સાથે જાણીએ બૉલીવુડ ફિલ્મોના હૉલીવુડ પ્રેરિત પોસ્ટર્સ :

જિસ્મ 2

જિસ્મ 2

ભટ્ટ કૅમ્પની જિસ્મ 2 ફિલ્મનું આ હૉટેસ્ટ પોસ્ટર કે જેના દ્વારા ફિલ્મ પ્રત્યે લોકોને આકર્ષવાના કોશિશ કરાઈ. આ પોસ્ટર 2010માં આવેલી હૉલીવુડ ફિલ્મ સ્કિનના પોસ્ટરની કૉપી છે.

હીરોઇન

હીરોઇન

કરીના કપૂરની હીરોઇન ફિલ્મનું પોસ્ટર હૉલીવુડ ફિલ્મ ધ લાસ્ટ ફ્લૅમિંગોઝ ઑફ બૉમ્બેમાંથી પ્રેરિત છે.

રાઉડી રાઠોડ

રાઉડી રાઠોડ

અક્ષય કુમાર-સોનાક્ષી સિન્હા અભિનીત રાઉડી રાઠોડ ફિલ્મનું આ પોસ્ટર ધ રિપ્લેસમેંટ કિલર્સ નામની હૉલીવુડ ફિલ્મમાંથી ઉઠાવાયેલું છે.

મર્ડર 3

મર્ડર 3

ભટ્ટ કૅમ્પની મર્ડર 3 ફિલ્મનું આ હૉટ અને થ્રિલ ઉપજાવતું પોસ્ટર હૉલીવુડ ફિલ્મ જેનિફર્સ બૉડી ફિલ્મના પોસ્ટરમાંથી આબેહૂબ ઉઠાવી લેવાયું છે.

દ્રોણ

દ્રોણ

બૉલીવુડ ફિલ્મ દ્રોણનું પોસ્ટર હૉલીવુડની ફિલ્મ પ્રિંસ ઑફ પર્સિયા ગેમમાંથી પ્રેરિત છે.

અતિથિ તુમ કબ જાઓગે

અતિથિ તુમ કબ જાઓગે

અજય દેવગણ અને પરેશ રાવલ અભિનીત વ્યંગ્યાત્મક અતિથિ તુમ કબ જાઓગેનું પોસ્ટર 2007માં આવેલી હૉલીવુડ ફિલ્મ લાઇસેંસ ઑફ વેડમાંથી પ્રેરિત છે.

હલચલ

હલચલ

અક્ષય ખન્નાની ફિલ્મ હલચલનું પોસ્ટર 2002માં આવેલી હૉલીવુડ ફિલ્મ માય બિગ ફૅટ ગ્રીક વેડિંગમાંથી ઉઠાવાયેલું લાગે છે.

અંજાના અંજાની

અંજાના અંજાની

રણબીર કપૂર તથા પ્રિયંકા ચોપરાની અંજાના અંજાની ફિલ્મનું પોસ્ટર હૉલીવુડની 2009માં આવેલી એન એજ્યુકેશન ફિલ્મમાંથી પ્રેરિત છે.

હિસ્સ

હિસ્સ

મલ્લિકા શેરાવતના લીડ રોલ વાળી ફિલ્મ હિસ્સનું પોસ્ટર 2004માં આવેલી હૉલીવુડ ફિલ્મ કિંગ આર્થરમાંથી ઉઠાવાયેલું છે.

અગલી ઔર પગલી

અગલી ઔર પગલી

બૉલીવુડ ફિલ્મ અગલી ઔર પગલીનું પોસ્ટર ટેલીવિઝન સિરીઝ (2006-2010) ટિલ ડેથમાંથી પ્રેરિત છે.

મૌસમ

મૌસમ

સોનમ કપૂર તથા શાહિદ કપૂરની સુપર ફ્લૉપ ફિલ્મ મૌસમનું પોસ્ટર હૉલીવુડની સુપરહિટ ફિલ્મ ટાઇટૅનિક ફિલ્મમાંથી પ્રેરિત છે. ટાઇટૅનિક ફિલ્મ 1997માં આવી હતી.

મર્ડર 2

મર્ડર 2

ભટ્ટ કૅમ્પની મર્ડર 2 ફિલ્મનું પોસ્ટર 2009માં આવેલી હૉલીવુડ ફિલ્મ એંટી ક્રિસ્ટમાંથી ઉઠાવાયેલું છે.

ઝિંદગી ના મિલેગી દોબારા

ઝિંદગી ના મિલેગી દોબારા

હૃતિક રોશન અને ઐશ્વર્યા રાયની ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મનું પોસ્ટર હૉલીવુડની 2005માં આવેલી ફિલ્મ લૉર્ડ્સ ઑફ ડૉગટાઉનમાંથી પ્રેરિત છે.

રા વન

રા વન

શાહરુખ ખાનની મોટા બજેટની ફિલ્મ રા વનનું પોસ્ટર પણ હૉલીવુડની 2005માં આવેલી ફિલ્મ બૅટમૅનમાંથી પ્રેરિત હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X