ઈદની શુભેચ્છા : ‘શોએબ’નો આભાર વ્યક્ત કરતાં અક્ષય!
મુંબઈ, 9 ઑગસ્ટ : આજે ઈદ-ઉલ-ફિત્ર તથા ત્રીજના તહેવારો છે. આ પ્રસંગે બૉલીવુડની અનેક જાણીતી હસ્તીઓએ લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. તેમાં પણ બૉલીવુડના ખેલાડી અક્ષય કુમારે તો શોએબનો આભાર વ્યક્ત કર્યો છે કે જેણે તેમને મુસ્લિમ સંસ્કૃતિનો પરિચય કરાવ્યો.
અક્ષય કુમાર તેમની આવનાર ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મમાં શોએબનો કિરદાર ભજવી રહ્યાં છે અને તેથી જ તેમણે આ પાત્ર શોએબનો આભાર વ્યક્ત કર્યો છે. અક્ષય કુમાર ઉપરાંત મહેશ ભટ્ટ, શબાના આઝમી, અભિષેક બચચન, મલ્લિકા શેરાવત, નેહા ધુપિયા, જાવેદ જાફરી, અરબાઝ ખાન, નરગિસ ફખરી તથા સોનાક્ષી સિન્હા જેવી અનેક બૉલીવુડ હસ્તીઓએ પણ ઈદ અને ત્રીજ પ્રસંગે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. શુભેચ્છા પાઠવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવાયો છે.
આવો તસવીરો સાથે જોઇએ અને જાણીએ બૉલીવુડ હસ્તીઓની શુભેચ્છાઓ :

અક્ષય કુમાર
‘શોએબનો આભાર. તેનાથી હું મુસ્લિમ સંસ્કૃતિને નજીકથી જાણી શક્યો. સૌને ઈદ મુબારક.'

શબાના આઝમી
‘સૌને ઈદની મુબારકબાદી. અમન અને મૈત્રી.'

બિપાશા બાસુ
‘સૌને ઈદ મુબારક. આજે કંઈક લાજવાબ ભોજનનો ઇંતેજાર કરી રહી છું.'

સંધ્યા મૃદુલ
‘સૌને ઈદ મુબારક. જોકે ધર્મે આ કહેવાની જરૂર નથી કે આપે લોકો સાથે પ્રેમ અને દયા સાથે વર્તવું જોઇએ. આ આજની સારી શરૂઆત છે. પ્રેમ શાંતિ અને ખુશાલી.'

પુનીત મલ્હોત્રા
‘મારા તમામ મુસ્લિમ મિત્રોને ઈદ મુબારક. મારી પાસે આજે આખો દિવસ છે અને ખબર નથી કે હું શું કરવાનો છું. સારી બિરયાનીની આશા સેવી રહ્યો છું.'

સંજય ગુપ્તા
‘ઈદ છે, વીકેન્ડ છે, મોસમ છે, ફિલ્મો છે, દાવતો છે... બીજું શું જોઇએ યારો. ઈદ મુબારક.'

મહેશ ભટ્ટ
‘પત્ની તરીકે દેવી પાર્વતીની મહાદેવ ઉપર તેમના પ્રેમના વિજય સ્વરૂપે ત્રીજ ઉજવાય છે. આ હિન્દુત્વનો મુખ્ય ભાગ છે.'












Click it and Unblock the Notifications
