For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મીડિયાકર્મીઓએ રિયા ચક્રવર્તી સાથે ધક્કામુક્કી કરતાં બૉલિવુડ સ્ટાર્સે વ્યક્ત કરી નારાજગી

રિયા સાથે મીડિયાકર્મીઓની ધક્કામુક્કી પર બૉલિવુડ સ્ટાર્સે નારાજગી વ્યક્ત કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સુશાંત સિંહ રાજપૂતના મોત કેસમાં મુખ્ય આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તી રવિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)ના કાર્યાલય પહોંચી હતી. જ્યાં મોટી સંખ્યામાં મીડિયાકર્મી હાજર હતા. આ દરમિયાન રિયા સાથે મીડિયાકર્મીઓની ધક્કામુક્કી જોવામાં આવી હતી. આ દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગનુ પણ બિલકુલ ધ્યાન રાખવામાં આવ્યુ નહોતુ. આના પર બૉલિવુડની ઘણી હસ્તીઓએ પોતાની પ્રતિક્રિયા આપી. અભિનેત્રી તાપસી પન્નુ, સ્વરા ભાસ્કર સહિત ઘણી સ્ટાર્સે ટ્વિટ કરીને પોતાની વાત રાખી છે અને આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.

તાપસી બોલી - બધાને કર્મોના ફળ મળે

તાપસી બોલી - બધાને કર્મોના ફળ મળે

સુશાંત કેસમાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલ એનસીબીએ રિયાને પૂછપરછ માટે બોલાવી હતી. જ્યારે તે એનસીબીના કાર્યાલય પહોંચી તો ચારે તરફથી મીડિયાકર્મીઓથી ઘેરાઈ ગઈ હતી જેનો વીડિયો અને ફોટા પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા. મીડિયાના આ પ્રકારના વ્યવહાર માટે તેની ટીકા થઈ રહી છે. તાપસી પન્નુએ ટ્વિટ કરીને કહ્યુ કે, 'ન્યાયના નામે આ લોકોને દોષી સાબિત થતા પહેલા જ એક વ્યક્તિના જીવવાનો અધિકાર લઈ લીધો છે. હું એ પ્રાર્થના કરુ છુ કે આ બધાને તેમના કર્મોનુ ફળ મળે.'

સ્વરા ભાસ્કરે કહ્યુ - શરમજનક

સ્વરા ભાસ્કરે કહ્યુ - શરમજનક

સ્વરા ભાસ્કરે કહ્યુ, 'ભારતમાં લોકો એટલા નિમ્ન કક્ષાએ ઉતરી ગયા છે. શરમજનક વિચહંટ. અફસોસજનક.' દિયા મિર્ઝાએ પણ આ ઘટનાની નિંદા કરી. તેણે કહ્યુ, 'કાયદો પોતાનુ કામ કરી રહ્યો છે અને કરશે. આ વ્યવહાર દરેક રીતે નિંદનીય છે. રિયાને સ્પેસ અને સોશિયલ ડિસ્ટંસીંગનો અધિકાર કેમ નથી આપવામાં આવતો? મીડિયા ગિધની જેમ કેમ વર્તી રહ્યુ છે? કૃપા કરીને તેેેને સ્પેસ આપો અને તેના અને તેના પરિવાર પર હુમલો કરવાનુ બંધ કરો.'

'ભારતીયોનુ ધ્યાન માત્ર રિયા પર'

'ભારતીયોનુ ધ્યાન માત્ર રિયા પર'

વળી, અનુભવ સિન્હાએ કહ્યુ કે, 'એનસીબીના કાર્યાલયમાં રિયા ચક્રવર્તીના પ્રવેશનો આ વીડિયો દર્શાવે છે કે મુંબઈમાં મીડિયા કાયદા વ્યવસ્થાથી ઉપર છે. અને હા, આ કોઈના નામથી બોલાવવાથી બહુ જ ખરાબ છે.' ફિલ્મનિર્માતા અલંકૃતા શ્રીવાસ્વતે કહ્યુ, 'અર્થવ્યવસ્થા અને મહામારી કે કોઈ બીજા વિષય પર કોઈનુ ધ્યાન નથી. ભારતીયોનુ ધ્યાન માત્ર રિયા પર છે. આ એ છે કે જેનાથી આપણા લોકોને ખુશી મળે છે. નફરત અને ઝેરની કોઈ માત્રા પૂરતી નથી. આપણે બિમાર થઈ ચૂક્યા છે. બહુ બહુ જ બિમાર.' તમને જણાવી દઈએ કે સુશાંત કેસમાં વિવિધ એંગલથી તપાસ થઈ રહી છે. એનસીબી ઉપરાંત સીબીઆઈ અને ઈડીની પણ તપાસ ચાલુ છે.

કોરોનાથી બચાવનાર હેન્ડ સેનિટાઈઝર જ બન્યુ કાળ, મહિલાના આખા શરીરમાં લાગી આગકોરોનાથી બચાવનાર હેન્ડ સેનિટાઈઝર જ બન્યુ કાળ, મહિલાના આખા શરીરમાં લાગી આગ

English summary
Bollywood stars reaction on Rhea Chakraborty mobbed by media outside ncb office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X