બોલિવૂડના હી-મેન ધર્મેન્દ્ર હોસ્પિટલમાં એડમિટ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ સુપરસ્ટાર ધર્મેન્દ્રને ગઇ કાલે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલાં જ ધર્મેન્દ્રએ પોતાનો 81મો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યાર બાદ સોમવાર સુધી તેઓ પોતાના ખંડાલાના ફાર્મહાઉસમાં આરામ કરી રહ્યાં હતા.

અહીં વાંચો - #FirstPic: કરીના કપૂર અને દિકરા તૈમૂરની પહેલી ઝલક

મંગળવારે તેઓ મુંબઇ પરત ફર્યા હતા અને રાત્રે પેટમાં દુખાવાની ફરિયાદ થતાં તેમને નાણવટી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમને ગૈસ્ટ્રોએન્ટ્રીટિસની ફરિયાદ હતી અને તેમને ઘણા દિવસોથી પેટના દુખાવાની ફરિયાદ પણ હતી.

dharmendra

નાણાવટી હોસ્પિટલના ડૉ. વિશેષ અગ્રવાલે એક સૂચનામાં જાહેર કર્યું હતું કે, ધર્મેન્દ્રના ફેન્સને હવે ચિંતા કરવાની કોઇ જરૂર નથી, ધર્મેન્દ્રની તબિયત ધીરે-ધીરે સારી થઇ રહી છે. તેમનો ઇલાજ ચાલી રહ્યો છે અને થોડા દિવસ સુધી તેમને હોસ્પિટલમાં રાખવામાં આવશે.

થોડા દિવસો પહેલાં જ ધર્મેન્દ્રના 81મા જન્મદિવસે હેમા માલિનીએ ટ્વીટર પર લખ્યું હતું કે, આજે હું જૂના દિવસોની બધી સારી યાદગીરીઓ તાજી કરી રહી છું, જેનો સૌથી સારો ભાગ છે અમારા બે બાળકો! બીજી બાજુ એશા દેઓલે પણ પોતાના પપ્પાને જન્મદિવસની શુભકામનાઓ આપતાં લખ્યું હતું કે, તમે મારા હીરો છો. ઇશ્વર તમને હંમેશા સલામત રાખે.

આપણે પણ અત્યારે તો ધર્મેન્દ્રનું સ્વાસ્થ્ય જલદી સારું થાય એવી જ કામના કરીએ.

English summary
Bollywood Superstar Dharmendra rushed to Hospital after complaining cramps and stomach pain.
Please Wait while comments are loading...