#FirstPic: કરીના કપૂર અને દિકરા તૈમૂરની પહેલી ઝલક

દિકરા તૈમૂર અલી ખાન સાથેની કરીનાની પહેલી તસવીર.

20 ડિસેમ્બર, 2017ની સવારે 7.30 વાગ્યે મંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરીના કપૂર ખાને પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો. સૈફ અલી ખાનના પરિવારમાં આવેલા નાના નવાબનું નામ રાખવામાં આવ્યું, તૈમૂર અલી ખાન પટૌડી. આખા બોલિવૂડે સૈફ અને કરીનાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી. ટ્વીટર પર સૌ પ્રથમ કરણ જોહરે તૈમૂરનું નામ જાહેર કરતાં સાવરથી જ ટ્વીટર પર #TaimurAliKhan ટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું.

આ ઓછું હોય તેમ કરીના અને તેના વ્હાલા પુત્રની પ્રથમ તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ છે.
કરીના કપૂર અને તેનું બાળક બંન્ને સ્વસ્થ છે તથા જલ્દી જ કરીનાને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરવામાં આવશે.

kareena kapoor baby

અહીં વાંચો - સારા અલી ખાન સાથે આ મિસ્ટ્રી મેન કોણ છે?

નોંધનીય છે કે, કરીનાએ પોતાની પ્રેગનન્સીના ફેઝને ફુલ એન્જોય કર્યો છે. તેણે આ દરમિયાન પોતાના કરિયરમાંથી કોઇ બ્રેક નથી. વિવિધ ફોટો શૂટ, રેમ્પ વોક, ઇન્ટરવ્યૂ, એવોર્ડ ફંક્શન્સ, પોર્ટી તમામ જગ્યાએ કરીના કપૂરે હોજરી આપી હતી. જો કે, વ્યસ્ત શેડ્યૂલને કારણે કરીનાની તબિયત બગડવાના પણ સમાચાર આવ્યા હતા. કરીનાના મેટરનિટિ આઉટફિટ્સના ચારે બાજુ વખાણ પણ ખૂબ થયા હતા. ત્યાં સુધી કે કરીનાએ પોતાની ડિલિવરીના 15 દિવસ પહેલાં સોનમ કપૂર સાથે કૉફી વિથ કરણનું શૂટિંગ પણ કર્યું હતું. કરણ જોહર આ એપિસોડને નવા વર્ષે ટેલિકાસ્ટ કરવા માંગે છે, જેમાં સ્ક્રિન પર કરીના કપૂર છેલ્લી વાર પ્રેગનન્ટ જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X