શું તમને કરીનાના બાળકનું નામ ખબર છે? નહીં તો વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂરે આજે સવારે મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો છે. સૈફ અને કરીનાનું આ પહેલું બાળક છે. ત્યારે સૈફ અને કરીનાએ તેમના પુત્રનું નામ શું રાખ્યું છે તમને ખબર છે? સૈફ અને કરીના તેમના બાળકનું નામ બિલકુલ હટકે રાખ્યું છે. તેમના બાળકનું નામ છે તૈમૂર અલી ખાન પટૌડી.

ત્યારે સૈફિનાના પુત્ર તૈમૂર અલી ખાન વિષે કેટલીક વધુ રસપ્રદ વાતો વાંચો અહીં...

પુત્રના લક્ષણ પારણે થી

પુત્રના લક્ષણ પારણે થી

કહેવાય છે ને કે પુત્રના લક્ષણ પારણે થી. કંઇક તેવું જ તૈમૂર અલી ખાન સાથે પણ થઇ ગયું છે. જન્મના ચાર કલાકમાં ટ્વિટર પર તેના નામનો ટ્રેન્ડ હાલ ટોપમાં છે. એટલું જ નહીં દુનિયાભરથી કરિના અને સૈફના ફેન તેમના આ નાના રાજકુમારને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

સ્ટાર કિડ્સનો જન્મ

સ્ટાર કિડ્સનો જન્મ

તે વાતમાં કોઇ ભ્રમ નથી કે બોલીવૂડમાં તૈમૂર અલી ખાનનું નામ તેના જન્મ સાથે જ બોલીવૂડના પોપ્યુલર સ્ટાર કિડ્સના નામ સાથે જોડાઇ ગયું છે. હવે આરાધ્યા અને અબ્રાહમ સાથે જ તૈમૂર અલી ખાનની એક ઝલક મેળવવા માટે પણ લોકો પડાપડી કરશે.

કરિના-સૈફ

કરિના-સૈફ

નોંધનીય છે કે સૈફ અને કરીનાએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. ત્યારથી જ કરીના કરીનની પ્રેગનેન્સીની ખબરો ઉડી રહી હતી. જે બાદ જ્યારે કરીના પ્રેગનેન્ટ થઇ ત્યારે પણ અનેક અટકળો તેમના બાળકને લઇને કરવામાં આવ્યા હતા.

બોલીવૂડમાં ખુશીઓ

બોલીવૂડમાં ખુશીઓ

ત્યારે સમગ્ર પટૌડી અને કપૂરમાં ખુશીની લહેર ફરી વળી છે.એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર પણ સવારથી કરીના અને સૈફને મા-બાપ બનવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

English summary
Read here Kareena Kapoor and Saif Ali Khan baby boy name.
Please Wait while comments are loading...