કરીના કપૂર બીમાર..સૈફ અલી ખાન ચિંતિત

Written By:
Subscribe to Oneindia News

કરીના કપૂર પ્રેગનન્ટ છે અને થોડા જ દિવસોમાં તે બાળકને જન્મ આપશે. પોતાની પ્રેગનન્સીના છેલ્લા દિવસો દરમિયાન પણ કરીના કપૂર પોતાના કામમાં અત્યંત વ્યસ્ત રહે છે. એવોર્ડ સમારંભો, ફોટો શૂટ, પાર્ટી તમામ સ્થળોએ કરીના કપૂર અચૂક હાજર રહી છે. કરીના જ્યારે પણ બહાર નીકળે ત્યારે તેનો કોઇ ને કોઇ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. જેનાથી કંટાળીને કરીનાના સાસુ શર્મિલાએ તો તેને લંડનમાં ડિલિવરી કરાવવાની સલાહ પણ આપી હતી. જો કે, કરીના કપૂર ખાન હાલ તો ભારતમાં જ છે અને લાગી રહ્યું છે કે તે મુંબઇમાં જ પોતાના પહેલા બાળકને જન્મ આપશે.

થોડા દિવસો પહેલાં જ કરીના પોતાના ઘરે અમૃતા અરોરા અને મલાઇકા અરોરા સાથે પાર્ટી કરતી હતી, તે દરમિયાન કરીનાની તબિયત બગડી હતી. આવા દિવસોમાં કરીનાની તબિયત બગડતાં તેમના સ્નેહીજનો અને ખાસ કરીને સૈફ ચિંતિત થઇ ગયો હતો.

અહીં જુઓ- બોલ્ડ એન્ડ બ્યૂટિફીલ બીચ બ્રાઇડ કેટરીના કૈફની લેટેસ્ટ તસવીરો

શું થયુ હતું?

શું થયુ હતું?

કરીના કપૂર ખાન તેની બેસ્ટ ફ્રેન્ડ્સ અમૃતા અરોરા અને મલાઇકા અરોરા સાથે પોતાના ઘરે પાર્ટી કરી રહી હતી. તે દરમિયાન વધુ પડતી એક્સાઇટમેન્ટમાં કરીનાનું બીપી હાઇ થઇ જતાં તેની તબિયત બગડી હતી. આ જોઇ અમૃતા અને મલાઇકાએ સૈફનો સંપર્ક સાધ્યો હતો.

અહીં વાંચો- 'ઓકે જાનુ'માં જોવા મળશે આદિત્ય-શ્રદ્ધાની સ્વીટ કેમેસ્ટ્રિ

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

સૈફ અલી ખાનને આ વાત જાણ થતાં તેણે તરત જ નજીકની હોસ્પિટલનો સંપર્ક કરી ત્યાંથી નર્સને ઘરે બોલાવી હતી, ત્યાર બાદ કરીનાની તબિયત થોડી બરાબર થઇ. હાલ કરીના કપૂરની તબિયત એકદમ સારી છે અને તે ઘરે આરામ કરી રહી છે.

વ્યસ્ત શેડ્યૂલ

વ્યસ્ત શેડ્યૂલ

કરીના કપૂર ભલે પ્રેગનન્ટ છે, પરંતુ તેણે કામમાંથી બ્રેક નથી લીધો. તે ઇન્ટરવ્યૂ અને ફોટો શૂટમાં વ્યસ્ત રહે છે. ઉપરાંત તે અવારનવાર વિવિધ એવોર્ડ સમારંભ અને પાર્ટીમાં પણ જોવા મળે છે. આવા વ્યસ્ત શેડ્યૂલને લીધે કરીનાને જોઇએ એટલો આરામ મળતો નથી. પરિણામે બીપીની તકલીફ ઉભી થઇ હોવાનું કહેવાય છે. કરીના તો 'વીરે દી વેડિંગ' ફિલ્મનું શૂટિંગ કરવા પણ તૈયાર હતી!

મેટરનિટિ આઉટફિટમાં ફોટોશૂટ

મેટરનિટિ આઉટફિટમાં ફોટોશૂટ

કરીના પોતાના વિવિધ મેટરનિટિ આઉટફિટ માટે પણ ખૂબ વખણાઇ રહી છે. એચટી બ્રંચ માટે કરીનાએ મેટરનિટિ આઉટફિટમાં ફોટો શૂટ કરાવ્યું હતું અને તેમાં તે અત્યંત સુંદર પણ લાગતી હતી. કરીનાના આ ફોટો શૂટના ફોટા સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા.

પૂરતો આરામ લેવાની જરૂર છે

પૂરતો આરામ લેવાની જરૂર છે

આ ઘટના બાદ તો હવે કરીનાના રિલેટિવ્સ અને ફેન્સ પણ એમ જ ઇચ્છશે કે તે બને એટલો આરામ લે. કરીનાએ પોતના વ્યસ્ત શિડ્યૂલ અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, 'આ દિવસોમાં હું એટલી એક્ટિવ રહું છું કે સૈફ પણ મને કહે છે કે, તારે કોઇક દિવસ ડિલીવરી માટે મહેબૂબ સ્ટૂડિયોથી સીધા જ હોસ્પિટલ પહોંચવું પડશે.'

English summary
Kareena Kapoor is not well. During a party at her home she suddenly fell sick.
Please Wait while comments are loading...