OMG: મીડિયાના કારણે પ્રેગેન્ટ કરીના કપૂર હવે આવું કરશે?
પેપરાઝીથી કંટાળેલી કરીના શું ખરેખર લંડનમાં ડિલિવરી કરાવશે? સાસુ શર્મિલા ટાગોરે આપી છે કઇંક આવી સલાહ...
મીડિયાથી કંટાળેલા સાસુમાં શર્મિલા ટાગોરે વહુ કરીના કપૂરને લંડનમાં ડિલીવરી કરાવવાની સલાહ આપી. ખબરોની માનીએ તો, પેપરાઝીથી કંટાળેલી કરીના કપૂરને સાસુ શર્મિલા ટાગોરે આ નુસખો અપનાવવાની વાત કરી છે.
હાલના કરીના કપૂરના પ્રેગનન્સીના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે અને ડિસેમ્બર મહિનામાં કરીના કપૂરની ડ્યૂ ડેટ બોલે છે. ત્યારે પેપરાઝીએ કરીના અને તેના બેબી બમ્પનો ફોટો લેવાની કોઇ તક જતી કરી નથી. કરીના ઘરની બહાર પગ મુકે કે તરત જ કેમેરામાં કેપ્ચર થાય છે. મીડિયાના આ સતત અટેન્શનથી પટૌડી પરિવાર પરેશાન છે.
મુંબઇ મિરરના એક રિપોર્ટ અનુસાર, શર્મિલા ટાગોરે કરીના કપૂરને સલાહ આપી છે કે તે તેના પહેલા બાળકની ડિલીવરી લંડનમાં કરાવવા અંગે વિચારે. નોંધનીય છે કે બોલીવૂડ સેલેબ્રીટીઓમાં મોટા ભાગે તેમના બાળકોની ડિલેવરી વિદેશમાં કરવાનો ટ્રેન્ડ છે.

લંડન કરીના માટે રહેશે "લેસ સ્ટ્રેસફુલ"
શર્મિલા ટાગોર પોતાનો ઘણો ખરો સમય લંડનમાં જ પસાર કરે છે અને આથી જ તેમણે સૈફ અને કરીનાને સલાહ આપતાં કહ્યું કે, તેમના પ્રથમ બાળકને આવકારવા માટે લંડન "લેસ સ્ટ્રેસફુલ" રહેશે.

શું કરીના કંટાળી ગઇ છે?
સૂત્રોના જણાવ્યા અનુસાર કરીના પોતે પણ પેપરાઝીથી દૂર રહેવા 20 ડિસેમ્બરના રોજ લંડનમાં જ પોતાના પ્રથમ બાળકની ડિલીવરી કરાવવાનું વિચારી રહી છે.

કરીનાની નારાજગી
થોડા દિવસો પહેલાં જ કરીનાએ મીડિયાને ફટકારતાં કહ્યું હતું કે, તે માત્ર પ્રેગનન્ટ છે અને મીડિયાએ આ વાતને આટલું બધું મહત્વ આપી ચર્ચાનો મુદ્દો બનાવવાની જરૂર નથી.

સૈફ અલી ખાને શું કહ્યું હતું?
થોડા દિવસ પહેલાં જ સૈફ અલી ખાને પોતાના ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના બાળકની ડિલીવરી લંડનમાં નથી કરાવવાના, સાથે જ ઉમેર્યું હતું કે તેમણે આવનાર બાળકનું જાતિ પરિક્ષણ કરાવ્યું નથી અને તેઓ આ બાળકનું નામ સૈફીના તો બિલકુલ નથી રાખવાના.

કરીનાનો પરિવાર
અન્ય એક જાણકારી મુજબ કરીના કપૂરના પિતા રણધીર કપૂરે એક અગ્રગણ્ય દૈનિક સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "કરીનાએ તેના આ પ્રેગનન્સીના ફેઝને ખૂબ સારી રીતે હેન્ડલ કર્યો છે. અમે બધા જ તેના નાનકડા બાળકને રમાડવા આતુર છીએ. કરીના અને તેનું બાળક બંન્ને એકદમ સ્વસ્થ અને હેલ્ધી છે"

સર્જરી કે નોર્મલ?
કરીના સર્જરી કરાવશે કે નોર્મલ ડિલીવરી કરાવશે એ અત્યારે નક્કી નથી. પણ ડ્યૂ ડેટ નજીક આવતાં કરીનાના ડોક્ટર્સ જ આ અંગે નિર્ણય લેશે. ત્યારે અત્યારે તો કપૂર અને પટૌડી પરિવાર આવનાર બાળકને વેલકમ કરવાની તૈયારી કરી રહ્યાં છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
