બોલિવૂડે પટૌડી પરિવારના નવા નવાબનું કઇંક આવું સ્વાગત કર્યું

Written By:
Subscribe to Oneindia News

કરીના કપૂર ખાને આજે સવારે 7.30 કલાકે બેબી બોયને જન્મ આપ્યો છે. સૈફ અને કરીનાના ફેમિલી મેમ્બર્સ, ફેન અને બોલિવૂડ સેલિબ્રિટીઝ સવારથી આ કપલને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરે આ બેબી બોયનું નામ રાખ્યું છે, તૈમૂર અલી ખાન પટૌડી! સૈફ અલી ખાને જાહેર કરેલી પ્રેસ રિલિઝમાં કન્ફર્મ કર્યું છે કે, બેબી અને કરીના કપૂર બંન્ને સ્વસ્થ છે.

અહીં વાંચો - પટૌડી ખાનદાનના નવા નવાબના નામની કહાણી

આ પ્રસંગે આખું બોલિવૂડ સૈફ અલી ખાન અને કરીના કપૂરને વિશ કરી રહ્યું છે. તમે પણ જુઓ બોલિવૂડે કયા અંદાજમાં કર્યું તૈમૂરનું સ્વાગત..

સોનમ કપૂર

એક્ટ્રેસ સોનમ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કરીના કપૂર સાથેનો આ સુંદર ફોટો પોસ્ટ કર્યો છે. તેણે કેપ્શનમા સૈફ અને કરીનાને બેબી બોય માટે શુભકામનાઓ પાઠવી છે અને સાથે ઉમેર્યું છે કે તૈમૂર અલી ખાન સૌની આંખોનો તારો બનશે.

કરણ જોહર

જો કે, કરણ જોહરે સૌથી પહેલાં પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ કપલને વિશ કર્યું હતું. તેમના પુત્રનું નામ પણ સૌ પ્રથમ કરણ જોહરે જ જાહેર કર્યું છે.

સોહા અલી ખાન

ફોઇ બનેલી સોહા અલી ખાને પણ ટ્વીટર પોતાની ખુશી વ્યક્ત કરી છે. તેણે કરીના અને બેબીના સ્વસ્થ હોવાનું આશ્વાસન પણ આપ્યું છે.

સોફી ચૌધરી

સોફી ચૌધરી કરીના કપૂરની ખૂબ સારી મિત્ર છે અને તેણે ખૂબ સરસ રીતે કરીનાને આ પ્રસંગે શુભકામનાઓ આપી છે.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર માસી બનવાની ખુશી વ્યક્ત કરી છે.

મલાઇકા અરોરા

મલાઇકા અરોરા અને અમૃતા અરોરા કરીનાની ખૂબ સારી સહેલીઓ છે. આ બંન્ને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સૈફીનાને શુભકામનાઓ પાઠવતાં કરીનાનું મમ્મી ક્લબમાં સ્વાગત કર્યું છે.

કેઆરકે

કેઆરકે એ હંમેશની માફક પોતાના અટપટા અંદાજમાં સૈફ અને કરીના વિશ કર્યું છે.

તુષાર કપૂર

તુષાર કપૂર પોતે પણ આ વર્ષે પપ્પા બન્યા છે અને તેમણે પોતાની પહેલી કો-સ્ટાર કરીના કપૂરને ટ્વીટર પર શુભકામનાઓ આપી છે.

English summary
Kareena Kapoor and Saif Ali Khan blessed with baby boy and bollywood wishes both the parents.
Please Wait while comments are loading...