કરીના-સૈફ બન્યા માતા-પિતા, બેબી બોય આવ્યાના વધામણાં

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર હવે એક ક્યૂટ બાળકની મમ્મી બની ગઇ છે. મુંબઇમાં આજે સવારે કરીના કપૂરે બેબી બોયની જન્મ આપ્યો છે. નોંધનીય છે કે કરીના કપૂરની આજે ડ્યૂ ડેટ હતી. ત્યારે સમગ્ર પટૌડી પરિવાર અને કપૂર ખાનદાન હોસ્પિટલ પહોંચી આ નવા મહેમાનનું સ્વાગત કર્યું હતું.

kareena

સૈફ કરીના નું આ પહેલું બાળક છે. જ્યાં સવારે સડા સાતની આસપાસ કરીનાએ મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. નોંધનીય છે કે કરીનાને ત્યાં બાળક આવ્યા પછી ટ્વિટર અને અન્ય સોશ્યલ મીડિયા પર અનેક લોકોએ સૈફિનાને શુભેચ્છા પાઠવી છે.

English summary
Kareena kapoor khan blessed with a baby boy in mumbai.
Please Wait while comments are loading...